- જામનગરમાં 3 માળનું મકાન ધરાશાયી
- સાધના કોલોનીમાં 3 માળનું મકાન ધરાશાયી
- ઘટનામાં 10થી વધુ લોકો દટાયા
જામનગરમાં મકાન ધરાસાયી થયાની મોટી દુર્ઘટના સામે આવી છે. જેમાં ન્યુ સાધના કોલોની વિસ્તારમાં ત્રણ માળનું મકાન એકાએક જમીનદોસ્ત થયું હતું. આ દુર્ઘટનાને પગલે વિસ્તારવાસીઓમાં ઉહાપોહની સાંથે સાથે અફરાતફરી મચી જવા પામી હતી. બીજી બાજુ દુર્ઘટનાની જાણ થતાની સાથે જ 108ની ટીમ તથા જામનગર મહાનગરપાલિકાની ફાયર ટીમ અને સ્થાનિક પોલીસ કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો. જ્યાં કાટમાળ હટાવવા સહિતની કામગીરી હાથ ધરી છે.