જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ ઓવરફલો થયો છે.જામનગર અને ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્તા રણજીતસાગર ડેમ ઓવરફલો થયો છે. જીવાદોરી સમાન ડેમ છલકાતા વિપક્ષના સભ્યોએ નીરના વધામણા કર્યો છે.
શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા સહિતના વિપક્ષી નેતાઓએ નવા નીરના વધામણાં કર્યા છે. રણજીત સાગર ડેમ જામનગર શહેરને પીવાનું પાણી પૂરું પાડે છે. ડેમ છલકાતાં જામનગરની પીવાના પાણીની સમસ્યા નહીં થાય તેવી સંભાવના છે. જેના પગલે સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ છે.
ભારે વરસાદને કારણે જામજોધપુર તાલુકાના જસાપર ખાતે આવેલા સોગઠી ડેમમાં ગાબડું પડ્યુ છે. જેના પગલે જિલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ તંત્ર દોડતુ થયુ છે. હાલમાં પ્રાંત અધિકારી, મામલતદારે ડેમ સાઇટ પર પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો છે. ગાબડામાંથી લીકેજ ઓછુ કરવા માટે ખાસ કેમિકલનો ઉપયોગ કરવામાં આવશે.