જામનગર, રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યા જામનગરમાં ફરી એક વાર અકસ્માતની ઘટના બની છે. જામનગરના તારાગઢ પાસે જાનૈયા ભરેલી આઇસર પલટી હોવાની ઘટના બની છે. ત્રણ પાટીયા લાલપુર રોડ પર આ અકસ્માતની ઘટના બની હતી. જેમાં લગભગ ૧૨ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક ધોરણે ભાણવડ અને જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.
બીજી તરફ બનાસકાંઠાના પાલનપુર નજીક એક એસટી બસને અકસ્માત નડ્યો હતો. જેમાં બે મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. અંબાજીમાં ગબ્બર પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યો હતો. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ૫૧ શક્તિપીઠ પરીક્રમા મંદિરના દર્શનનો લાભ લેવા પહોંચી રહ્યા હતી તે સમયે આ ઘટના બની હતી.