જામનગરના શિક્ષકે બે માસૂમ વિદ્યાર્થીઓ સાથે શારીરિક અડપલાં કર્યા

જામનગર, જામનગરના જોડિયા હાઇવે પર આવેલા બાલાચડીમાં ચાલતી સૈનિક સ્કૂલમાં શિક્ષણ જગતને લાંછન લગાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સૈનિક સ્કૂલમાં સપ્તાહ પહેલાં બેન્ડ માસ્ટરે બે વિદ્યાર્થીઓ સાથે શારીરિક અડપલા કર્યા હતા. આ સમગ્ર ઘટના અંગે વિદ્યાર્થીઓએ વાલીઓને જાણ કર્યા બાદ આ મામલો મેનેજમેન્ટ સુધી પહોંચ્યાો હતો. જેનાં પગલે જોડિયા પોલીસ સ્ટેશનમાં આ અંગેની જાણ કરતાં પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો હતો. બેન્ડ માસ્ટર તરીકે કાર્યરત મૂળ રાજસ્થાનના જોધપુરના પવનકુમાર જગદીશકુમાર ડાંગી સામે પોલીસમાં સંગીન આરોપસર ફરિયાદ નોંધાવાઈ છે.

સૈનિક સ્કૂલ બાલાચડીના આચાર્ય શ્રેયસ મહેતા દ્વારા જોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જાહેર કરાયું છે કે, આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીમાંથી બે વિદ્યાર્થી સાથે બેન્ડ માસ્ટર પવનકુમાર ડાંગીએ ૭ મે,૨૦૨૪ના સાંજે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચાર્યું હતું. વિકૃત મગજના આ શખ્સે બંને વિદ્યાર્થીના શરીર પર હાથ ફેરવવા ઉપરાંત તે વિદ્યાર્થીઓના હાથ પોતાના શરીર પર ફેરવડાવ્યા હતા.

શિક્ષકે આ પ્રકારનું કૃત્ય કરતા બંને વિદ્યાર્થીઓ હેબતાય ગયા હતા. બાદમાં પોતાના વાલીઓને જાણ કર્યા બાદ આ મામલે સંસ્થાને વાકેફ કરવામાં આવતા ચોંકી ઉઠેલા સંચાલકોએ પોલીસ ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું અને શાળાના આચાર્ય શ્રેયસભાઈએ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરી વિધિવત ફરિયાદ નોંધાવી હતી.

આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોચતા જોડિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી.એલ. ઝાલાએ આઇપીસી ૫૦૪, ૫૦૬ તથા પોક્સોની કલમો હેઠળ ગુન્હો નોંયો હતો. અને લંપટ બેન્ડ માસ્ટર પવન કુમાર ડાંગીને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.