જામનગર/ હૃદયરોગના નિષ્ણાત તબીબનું હાર્ટ એટેકથી મોત

જામનગર, ગુજરાત રાજ્યમાં દિન પ્રતિદિન નાની ઉંમરના યુવાઓમાં હાર્ટ એટેકની ઘટના સતત વધી રહી છે. ક્યારેક ક્રિકેટ રમતી વખતે હાર્ટ એટેક આવ્યો હોવાની ઘટના સામે આવી છે. તો ક્યારેક સ્કૂટર પર કે કારમાં હાર્ટ એટેક આવ્યો હોવાની ઘટના સામે આવે છે. તો ક્યારે ક તો લગ્નમાં ડાન્સ કરતા કરતા લોકો ઢળી પડે છે. આ દરમિયાન વધુ એક વ્યક્તિનો હાર્ટ એટેકે ભોગ લીધો હોવાની ઘટના સામે આવી છે. જામનગરમાં હૃદયરોગના નિષ્ણાત તબીબને હાર્ટ એટેક આવ્યા બાદ મોત નીપજ્યું છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, જામનગરમાં હૃદયરોગના નિષ્ણાત તબીબ ગૌરવ ગાંધીને હાર્ટ એટેક આવ્યો હતો જે બાદ તેમનું મોત નીપજ્યું હતું. હાર્ટ એટેકથી મોતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન થોડા સમય પહેલા સુરતમાં એક સાથે બે લોકોના મોત થઈ ચૂક્યા હતા. ત્યારે સચિન વિસ્તારમાં બે વ્યક્તિઓને હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે. બંને વ્યક્તિ અલગ અલગ સોસાયટીના રહેવાથી છે. ટીવી જોતા જોતા બંનેને હાર્ટ એટેક આવતા મોતની નીપજ્યું હતું.