જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી ૫૫૫ કિલો શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘી ઝડપાયું

જામનગર, ગુજરાતમાં ચોતરફ નકલીની ભરમાર વચ્ચે ફરી એક વખત ઝડપાયો છે શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો. જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી મોટા પાયે શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘી ઝડપાયું હતુ.એસઓજી તેમજ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે સંયુક્તપણે દરોડા પાડ્યા છે.

આ દરમિયાન ૨૦ ઘીના ડબ્બા અને ૧૭ મોટી બરણીઓ મળી આવી છે. તંત્રએ કુલ ૫૫૫ કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો. જેની અંદાજે કિંમત ૨.૬૫ લાખ રૂપિયા જેટલી છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે ઘીના નમૂના લઇને તેને ચકાસણી માટે મોકલ્યા છે.

મહત્વનું છે કે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે અગાઉ પણ શહેરમાંથી નકલી દૂધ તેમજ નકલી ઘીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. તો બીજી તરફ ખેડા જિલ્લામાંથી નકલી હળદર, નકલી ઘી, નકલી ઇનો ફેક્ટરી, નકલી આયુર્વેદિક સિરપ અને હવે ખાદ્યતેલ પણ નકલી હોવાનું સામે આવ્યુ છે.