જામનગરના કલેક્ટર બી એ શાહને હાર્ટઍટેક આવ્યો: હોસ્પિટલમાં દાખલ

જામનગર, રાજ્યમાં દિવસેને દિવસે હાર્ટઍટેકના બનાવો સતત વધી રહ્યા છે. જેમાં નાના બાળકોથી લઈ મોટી ઉમરના લોકોને પણ હાર્ટઍટેક આવી રહ્યા છે. આ તરફ જામનગર જિલ્લા કલેક્ટર બી.એ.શાહને હાર્ટઍટેક આવ્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ કલેક્ટરને હાર્ટઍટેક આવ્યા બાદ તેમને સારવાર અર્થે જી.જી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ તરફ હાલ હાલ કલેક્ટર બી.એ.શાહની તબિયત સ્થિર હોવાનું પણ સામે આવ્યું છે.

જામનગર કલેક્ટર બી.એ.શાહને હાર્ટઍટેક આવ્યો હોવાનું સામે આવ્યું છે. જોકે હાર્ટઍટેક આવ્યા બાદ તેમણે તાત્કાલિક સારવાર અર્થે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ તરફ ડીન, અધિક્ષક અને મેડીસીન વિભાગની ટીમ પણ હોસ્પિટલ પહોંચી હતી. જોકે હાલ કલેક્ટર બી.એ.શાહની તબિયત સ્થિર છે અને વધુ દેખરેખ માટે કલેક્ટર બી.એ.શાહને આઇસીયુમાં રખાયા હોવાનું સામે આવ્યું છે.