જામનગર જિલ્લામાં આવેલું મોખાણા ગામ છે.જયાં મોટાભાગના ખેડુતો ફુલની ખેતી કરે છે. ફુલોની ખેતીમાં ખર્ચ ઓછો અને મજુરી વધારે હોય છે. મોખાણા ગામમાં અંદાજે 100 જેટલા ખેડુતો ફુલોની ખેતી કરે છે. મોખાણા ગામ રણજીતસાગર ડેમ નજીક આવેલુ હોવાથી ખેતી માટે પુરતુ પાણી બારે માસ મળી રહે છે. ફુલોની ખેતી માટે પાણી વધુ જરૂરીયાત હોય છે.
તહેવારની મૌસમમાં ફુલના ભાવ આસમાને પહોંચ્યા હોવાનું સામે આવ્યુ છે. જામનગરમાં ફુલની ખેતી કરતા ખેડુતોને વર્ષમાં ફુલમાં થયેલા નુકસાનનુ વળતર મળ્યુ છે. જો કે હાલ ફુલની માંગ વધી છે. તેની સામે તેનું ઉત્પાદન ઓછુ થતા ભાવ બમણા કે તેથી વધારે થયા છે. તેમજ આ સાથે આગામી દિવસોમાં હજુ ભાવ વધવાનું અનુમાન છે.
જામનગર જિલ્લામાં આવેલું મોખાણા ગામ છે.જયાં મોટાભાગના ખેડુતો ફુલની ખેતી કરે છે. ફુલોની ખેતીમાં ખર્ચ ઓછો અને મજુરી વધારે હોય છે. મોખાણા ગામમાં અંદાજે 100 જેટલા ખેડુતો ફુલોની ખેતી કરે છે. મોખાણા ગામ રણજીતસાગર ડેમ નજીક આવેલુ હોવાથી ખેતી માટે પુરતુ પાણી બારે માસ મળી રહે છે. ફુલોની ખેતી માટે પાણી વધુ જરૂરીયાત હોય છે.
ફુલની ખેતી માટે દૈનિક મજુરી વધુ થાય છે. ફુલોની બજારમાં દૈનિક ઉતાર-ચડાવ હોય છે. માગ વધે અને જથ્થો ઓછો હોય ત્યારે ભાવ વધી જાય છે. તેમજ જથ્થો વધુ હોય અને માગ ના હોય ત્યારે ભાવ ઓછા થાય છે.હાલ નવરાત્રી અને દિવાળીના તહેવાર પર ફુલોની માગ વધુ રહે છે. તેથી ફુલોના ભાવ આસમાને પહોચ્યા છે. અને ખેડુતોને સારા ભાવ મળી રહ્યા છે.
નવરાત્રી બાદ દિવાળીને ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ત્યારે દિવાળી સમયે પણ ફુલોની માગ વધશે. હાલ દિવસે ગરમી અને રાત્રીના ભેજવાળા વાતાવરણના કારણે ફુલના ઉત્પાદનને અસર થાય છે. સામે તેની માગ વધી છે.જેથી ફુલના ભાવ બમણા કે તેથી વધુ થયા છે. હજુ પણ દિવાળીના સમયે ફુલના ભાવમાં વધારો થવાનો અનુમાન છે. જેમાં ચંપા ફુલ 1000 રુપિયાની આસપાસ છે.
લીલીફુલ 250 થી 300 રૂપિયા,સફેદ ફુલ 130 થી 150 રૂપિયાના કિલો વેચાય છે. જે સામાન્ય દિવસોમાં આ ભાવ અડધા હોય છે. હાલ ફુલના ભાવ બમણા થાય છે. પરંતુ ઉત્પાદન ઓછુ થતા ખેડુતોને વધુ લાભ મળતો નથી. વર્ષમાં જે ફુલોમાં નુકશાન થયુ તેનુ વળતર હાલની સીઝનમાં થાય છે. હાલ ફુલોનુ ઉત્પાદન ઓછુ છે.પરંતુ ભાવ બમણા થયા છે. તેમજ તહેવારમાં ઘર સજાવવા, તોરણ, અને પુજામાં ફુલોનો ઉપયોગ વધુ થાય છે. તેથી દિવાળી સમયે ફુલોની માગ વધે છે.અને અસર તેના ભાવ પર જોવા મળે છે.