જામનગરમાં શરૂ સેક્શન રોડ પર આવેલી ખાનગી મોદી સ્કૂલમાં ચાલુ શૈક્ષણિક કાર્ય દરમિયાન આજે સવારે ઈલેક્ટ્રીક વાયરીંગમાં સૉર્ટસકટ થવાના કારણે આગ લાગી હતી. જેથી ભારે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો.શાળા સંચાલકો દ્વારા તમામ વિદ્યાર્થીઓને સહી સલામત રીતે બહાર કાઢી લીધા હતા, જયારે મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે દોડી જઈ સમયસર શાળાની ફાયર સિસ્ટમનો ઉપયોગ કરીને આગ બુજાવી દેતાં સર્વે એ હાશકારો અનુભવ્યો હતો.
આગના આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સરુસેક્સન રોડ પર આવેલી ખાનગી મોદી સ્કૂલ કે જેમાં આજે સવારની શિટમાં અંદાજે ૪૫૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા, જે તેમ દરમિયાન સ્કૂલના પાછળના ભાગમાં ઇલેક્ટ્રીક બોર્ડના પેનલમાં શોર્ટ સકટ થવાના કારણે આગ લાગી હતી, અને ભારે દોડધામ થઈ હતી.
સવારે ૯.૪૫ વાગ્યે આગનો બનાવ બનતાં જામનગરમહાનગર નગરપાલિકાની ફાયર શાખાને જાણ કરવામાં આવી હતી. જે ટુકડી તુરતજ સ્થળ પર પહોંચે તે પહેલા શાળા સંચાલકો દ્વારા યુદ્ધના ધોરણે તમામ બાળકોને તેઓના ક્લાસરૂમમાંથી બહાર સહી સલામત રહે કઢાવીને ગ્રાઉન્ડમાં મોકલી દેવામાં આવ્યા હતા.
ફાયર બ્રિગેડ શાખા ના ભરત ગોહેલ તેમજ ભારત જેઠવા સહિત ચાર જેટલા ફાયર ના જવાનો ની ટીમ દ્વારા શાળામાં જ લગાડેલી ફાયર પ્રણાલી સિસ્ટમનો ઉપયોગ કરીને તાત્કાલિક અસરથી ઈલેક્ટ્રીક પેનલ માં લાગેલી આગ ભુજાવી દેવામાં આવી હતી. તેના લીધે બધાએ હાશકારો અનુભવ્યો હતો. જોકે મોડેથી શાળામાં શૈક્ષણિક કાર્યની કાર્યવાહી પૂન: શરૂ કરી દેવામાં આવી હતી. તમામ વિદ્યાર્થીના વાલીઓમાં પણ થોડો સમય માટે ચિંતા નું મોજું પ્રસરી ગયું હતું, પરંતુ આગ સમયસર કાબુમાં આવી ગઈ હોવાથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો.