
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગુજરાત મયપ્રદેશ રાજસ્થાન સહિતના અન્ય રાજ્યમાં અલગ અલગ ગુનાઓ આચરતી કુખ્યાત ગેંગના ત્રણ સભ્યોને ઝડપી લીધા છે. તેઓની પૂછપરછમાં ૨૮ જેટલા ગુનાઓનો ભેદ ખુલ્યો છે, ઉપરાંત તેઓના અન્ય ૧૨ સાગરીતોના નામો પણ ખુલ્યા છે. પોલીસે કેટલાક મુદ્દા માલ પણ કબજે કર્યો છે.જામનગરની એલ.સી.બી.ની અલગ અલગ ટીમો બનાવી વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા તથા ફરારી આરોપીઓ પકડી પાડવા માટે કાર્યરત હતા.
દરમ્યાન એલ.સી.બી ના પો.સબ.ઇન્સ. આર.કે.કરમટા તથા વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, ક્રિપાલસિંહ સી. જાડેજા, ધર્મેન્દ્રસિંહ એન જાડેજા, કિશોરભાઇ પરમાર, કલ્પેશ મૈયડ તથા સાથો સાથે ટેકનીકલ સેલના નિર્મળસિંહ જાડેજા તથા બળવંતસિંહ પરમાર તેમજ હ્યુમન રીસોર્સનો ઉપયોગ કરી, ખાનગી રાહે હકિક્ત મળી હતી કે, જામ સીટી સી ડીવી પો.સ્ટેશન ના ચોરી ના ગુનાના ત્રણ ફરારી આરોપીઓ (૧) રાજુ સુમાલસિંગ પંચાલ (૨) દિપક સુમાલસિંગ પંચાલ (૩) પ્રભુભાઇ જવરસિંગ બધેલ રહે. ત્રણેય ઘોટીયાદેવ તા.કુક્ષી જી-ધાર (મયપ્રદેશ) વાળા લૂંટ, ઘરફોડ ચોરી, વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલાં છે.
જે ત્રણેય કાળા કલરની નંબર વગરની અર્ટીગા કાર લઈ જામનગર શહેરમા બેડી બંદર રોડ ઉપર મહાકાળી સર્કલ આગળ કોઇ ગુનાને અંજામ આપવા એકઠા થયેલાં છે, તેવી હકિક્ત મળતા ન ત્રણેયને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.જેઓની પૂછ પરછ માં તેઓના અન્ય ૧૨ સાગરીતો (૧) સંજય ભંવરસિંગ પંચાલ રહે. ઘોટીયાદેવગામ તા.કુકશી થાના બાગ જી.ધાર એમ.પી,(૨) અનીલ ગુમાનભાઇ મકવાણા રહે, જાહીગામ તા. કુક્સી જી ધાર થાના- ટાંડા (એમ.પી),(૩) રામસીંગ ઉર્ફે રામુ ઉર્ફે ખાંડે કાલુસીંગ અજનારી રહે. રાતમળીયા તા.જોબટ જી- અલીરાજપુર (જેલમાં),(૪) સુખરામ રહે જાહીગામ તા કુક્સીજી ધાર થાના ટાંડા,(૫) દિનેશભાઇ અલાવા રહે. કાકડવા ગામ તા. કુક્સી જી ધાર (એમ.પી, (૬) જીતેન્દ્ર રહે.રતલામ (એમ.પી,(૭) સંતોષ રહે. જાહીગામ તા.કુક્સી જી ધાર થાના ટાંડા (એમ.પી),(૮) રાહુલ સજજનભાઇ બધેલ રહે. કદવાલ તા. કુક્સી જી ધાર (એમ.પી),(૯) વિશાલ મંડલોઇ રહે. કાકડવા તા. કુક્સી જી ધાર (એમ.પી),(૧૦) પ્રદિપ (રાહુલનો મિત્ર) રહે એમ.પી રાજય,(૧૧) રાજુ ઉર્ફે કેકડે મંડુભાઈ બધેલ રહે.બડીકદવાલ તા.જોબટ જી.અલીરાજપુર (જેલમાં),(૧૨) લાલુ ઉર્ફે લાલસિંગ ઇન્દ્રસિંગ મંડલોઇ રહે. જાઇ જી ધાર (જેલમાં) વગેરેના નામો ખુલ્યા છે. પોલીસે પકડાયેલા ત્રણેય આરોપીઓ પાસેથી એક અટીગા કાર, રોકડ રૂપીયા ૧,૦૬,૦૦૦, બે મોબાઇલ ફોન સહિત કુલ. ૧૩,૧૬,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
જેઓ દ્વારા અગાઉ જામનગર શહેર વિસ્તારમાં રણજીતસાગર રોડ સાઈ બાબાના મંદિર પાસે આવેલ સોસાયટી ના બંધ મકાનના તાળા તોડી સોના ચાદીના દાગીના, રોકડની ચોરી કર્યા ની કબૂલાત કરી છે.ઉપરાંત જામનગર શહેરમાં રણજીસાગર રોડ ઉપર કીર્તીપાન પાસે આશીર્વાદ સોસાયટી ના બંધ મકાનના તાળા તોડી સોના ચાંદીના દાગીના રોડકની ચોરી કરી હતી. જામનગર શહેરમાં રણજીસાગર રોડ ઉપર મારૂતી રેસીડન્સી માથી સાંઇન મો.સા. નંબર જી.જે.૧૦ ડી.બી ૯૦૩૨ ની ચોરી કર્યું હતું. જામનગર શહેરમાં રણજીસાગર રોડ ઉપર શ્રીનાથજી પાર્ક મારૂતી નગર ના પાછળ મકાન ની બહાર પાર્ક કરેલ સીબીઝેડ મો.સા. નંબર જી.જે.૧૦ ડીએફ ૯૭૦૧ ની ચોરી કર્યા ની કબૂલાત આપી છે. લાખાબાવળગામે, ધાનીશ બંગ્લાના માલીક જાગી જતા માલીકને માથામા ગંભીર ઇજા કરી સોના ના દાગીના રોડક ની લૂંટ ચલાવી હતી.
કાલાવડ તાલુકાના નિકાવા ગામે પાન મસાલાની દુકાન ના તાળા તોડી દુકાન માંથી રોકડ ચોરી કરી હતી. જામનગર જીઆઇડીસી સ્વામિનારાયણ ટાઉનશીપના બંધ મકાનના તાળા તોડી સોના ચાંદીના દાગીના રોકડ, સાડીઓ, સુટ,લેડીસ પર્સ, ખોટા દાગીના,ધડીયાળ,ની ચોરી કરી હતી. જામનગર જીલ્લાના સિકકા ટીપીએસ કોલોનીમા બંધ મકાનના નકુચા તોડી સોના ચાંદીના તથા રોકડ રૂપીયા ચોરી કરી હતી.જામનગર શહેરમાં એરફોર્સ સ્ટેશનની દિવાલ ટપી બંધ મકાનના તાળા નકુચા તોડી સોના ચાંદીના દાગીના. રોકડ રૂપીયા તથા બે લેપટોપની ચોરી કરી હતી.
આ ઉપરાંત જામનગર જિલ્લા સેવાય કચ્છ સહિત અનેક સ્થળોએ કુલ ૨૮ જેટલી ચોરી લૂંટફાટ સહિતના ગુનાઓને અંજામ આપ્યા ની કબુલાત આપી છે. પકડાયેલા ત્રણેય આરોપીઓને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જયારે તેઓના અન્ય સાગરીતોની અટકાયત કરવા માટે પણ કાર્યવાહી ચાલી રહી છે.