જામનગર જિલ્લામાં છેલ્લા ત્રીસ વર્ષની સરખામણીમાં ૧૫૯% સરેરાશ વરસાદ નોંધાયો છે. આ અતિવૃષ્ટિએ જિલ્લાના ખેડૂતો, માછીમારો અને ગરીબોને ભારે નુક્સાન પહોંચાડ્યું છે. જો કે, સરકાર આપદાગ્રસ્ત લોકોને જરૂરી સહાય પૂરી પારવામાં નિષ્ફળ રહી છે અતિવૃષ્ટિએ ખેડૂતોના પાકને સંપૂર્ણપણે નષ્ટ કરી નાખ્યા, જમીન ધોવાણના કારણે ખેતરો બરબાદ થઈ ગયા.
ખાસ કરીને જામનગર જિલ્લામાં આ વર્ષે અનપેક્ષિત અતિવૃષ્ટિએ ખેડૂતો, માછીમારો અને સામાન્ય નાગરિકોના જીવનને હચમચાવી નાખ્યું છે. સતત પડતા વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાથી મગફળી, કપાસ, જુવાર જેવા મુખ્ય પાકોને ભારે નુક્સાન થયું છે. ખેતરોની ઉપરની ફળદ્રુપ જમીન ધોવાઈ જવાથી ભવિષ્યમાં ખેતી કરવા માટે જમીનને ફરીથી તૈયાર કરવી એ ખેડૂતો માટે એક નવી ચિંતાનો વિષય બની ગયો છે. આ ઉપરાંત, માછીમારોને પણ આ અતિવૃષ્ટિએ ભારે નુક્સાન પહોંચાડ્યું છે. સતત દરિયો ઉછળતો રહેવાથી અને મજબૂત પવનો ફૂંકાતા રહેવાથી ઘણી બોટોને નુક્સાન થયું છે. જેના કારણે માછીમારોની રોજીરોટી પર માઠી અસર પડી છે. ઘણા માછીમારો દેવાદાર થઈ ગયા છે અને તેમના પરિવારોને આથક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે.
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ૧૮૮% જામનગર તાલુકામાં ૧૪૨% જોડિયા તાલુકામાં ૧૬૦% કાલાવડ તાલુકામાં ૧૯૧% અને લાલપુર તાલુકામાં ૧૫૧% એમ જામનગર જિલ્લામાં છેલ્લા ત્રીસ વર્ષની સરખામણીમાં ૧૫૯% સરેરાશ વરસાદ નોંધાયો છે, જિલ્લાના અમુક તાલુકામાં મૌસમના કુલ વરસાદના બે થી ત્રણ ગણા સુધી વરસાદ નોંધાયો હોય ખેડૂતોના પાકો તો સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે સાથે સાથે જમીન ધોવાણ પણ ખૂબ મોટા પ્રમાણમાં થયું છે ચોમાસાના અઢી મહિનાના સમયમાં આપણાં જિલ્લામાં દોઢ મહિનો વરસાદના દિવસો પસાર થયા છે જેના કારણે ખેતરમાં સતત પાણી ભરાઈ રહેવાના કારણે પણ પાક લીલો દેખાય છે પણ પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે.
નીચાંણવાળા વિસ્તારમાં રહેતા ગરીબોના ઘરમાં સતત પાણી ભરાયેલું રહેતા તેમની ઘર વખરીને પણ મોટું નુકશાન થયું છે. આમ ઉપરોક્ત બાબતોને યાને લઇ ગુજરાત ક્સિાન કોંગ્રેસની બહુ સ્પષ્ટ માંગ છે, કે કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૧૬ માં અછતગ્રસ્ત મેન્યુઅલમાં કરેલા સુધારા મુજબ જે તાલુકામાં છેલ્લા ત્રીસ વર્ષેના વરસાદની સરખામણી એ પ્લસ કે માઇનસ ૪૦% નો ફેરફાર થાય એટલે કે ૧૪૦% વરસાદ પડે કે માત્ર ૫૯% વરસાદ પડે તો લીલો દુષ્કાળ કે અછતગ્રસ્ત જાહેર કરવાની જોગવાઈ છે તે મુજબ જામનગર જિલ્લામાં ૧૫૯% વરસાદ નોંધાયો હોય જામનગર જિલ્લાને લીલા દુષ્કાળગ્રસ્ત વિસ્તાર જાહેર કરી અછતગ્રસ્તની જોગવાઇનો તાત્કાલિક અમલ કરવો જોઈએ.
૨૦ ઓગેસ્ટ ૨૦૨૦ ના રોજ રાજ્ય સરકારે બનાવેલી “”મુખ્યમંત્રી ક્સિાન સહાય યોજના”” માં અતિવૃષ્ટિની જે વ્યાખ્યા કરવામાં આવી હતી કે “”સતત ૪૮ કલાકમાં જો ૨૫ ઇંચ વરસાદ પડે તો તેને અતિવૃષ્ટિ ગણવી”” એ મુજબ પણ જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિ નોંધાઈ ચુકી છે અત્યારે ભલે એ યોજના બંધ હોય પણ સરકારે જ્યારે આ યોજના બનાવી ત્યારે અતિવૃષ્ટિની ગંભીરતા એની વ્યાખ્યામાં સ્પષ્ટ થાય છે એ મુજબ આપણો જિલ્લો અતિવૃષ્ટિનો ભોગ બન્યો છે તો એ યોજના મુજબ પ્રતિ હેકટર ખેડૂતોને ઓછામાં ઓછા ૨૫૦૦૦ અને ચાર હેક્ટરની મર્યાદામાં એમ કુલ એક લાખની ખેડૂતદીઠ વળતર આપવું જોઈએ
ક્સિાન કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરતા વધુ જણાવ્યું હતું કે ભાજપના ભયમુક્ત ભ્રષ્ટાચારનો ભોગ રાજ્યનું “જમીન વિકાસ નિગમ” બન્યું ભાજપ સરકાર ભ્રષ્ટાચારને નાબૂદ ન કરી શક્યું તો તેમણે જમીન વિકાસ નિગમને જ બંધ કરી દીધું અને તેનો ભોગ અત્યારે ખેડૂતો બની રહયા છે અતિવૃષ્ટિ જેવી ઘટનામાં ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ તેનું અત્યારે કોઈ કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ન તો સર્વે કરવામાં આવે છે કે ન તો સરકાર જમીન ધોવાણનું વળતર આપવામાં આવે છે ત્યાર અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે ખેડૂતોને જે જમીન ધોવાઈ છે તેનું કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા સર્વે કરી તાત્કાલિક વળતર આપવામાં આવે છે. આ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને ખેડ, ખાતર, દવા, બિયારણ અને મજૂરીનો જ હિસાબ (નફો નહિ) કરીએ તો પણ પ્રતી હેકટર ઓછાંમાં ઓછું ૨ લાખ ૭૫ હજારનું નુકશાન થયું છે જ્યારે ખેડૂતોએ જે પ્રતિ હેકટર ૧ લાખ ૨૫ હજારનું પાક ધિરાણ લીધું છે તે માંડવાળ કરવામાંઆવે તેવી અમારી માંગ છે.