- જામનગર પાસેની હોટેલમાં ભીષણ આગ
- સિક્કા પાટિયા પાસે હોટેલ એલેન્ટોમાં ભીષણ આગ
- હોટેલની આગમાં પાર્ક કરેલા વાહનો પણ ભડકે બળ્યા
જામનગર નજીક હાઇવે પર હોટલમાં ભીષણ આગ લાગતાં અફરાતફરી સર્જાઇ હતી. સિક્કા પાટિયા પાસે હોટલ એલેન્ટોમાં ભીષણ આગ લાગી હતી. જોત જોતાંમાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટેગોટાના દ્રશ્યો સર્જાયા હતા. આગની દુર્ઘટનાને પગલે હોટલ સહિત પાર્ક કરેલ વાહનો પણ ભડકે બળ્યા હતા. જોકે કયા કારણસર આગ લાગી તે અંગેનુ કારણ હજુ અકબંધ રહ્યું છે. તો બીજી તરફ આગની ઘટનાને લઇને રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
જામનગર – ખંભાળીયા હાઇ વે પર આવેલ સિકકા પાટીયા પાસેની હોટલમાં ભયાનાય આગ ભભૂકી ઉઠી હતી.આ ઘટનામાં 25 થી વધુ લોકો આગની ઝપટમાં આવતા દાઝયા હતા. હોટલ એલન્ટોમાં ૩૦ જેટલા લોકો ફસાયા હોવાની પણ શકયતા સેવાઇ રહી છે. આગની ઘટનાની જાણ થતાંની સાથે જ ૧૦૮, ફાયર ફાઇટર, પોલીસનો કાફલો મારતે ઘોડે ઘટનાસ્થળે દોડી ગયો હતો. વધુમાં ફાયરનો ઇમરજન્સી ફાયર કોલ જાહેર થતાં રિલાયન્સ, એસ્સાર, જીએસેફસી સહિતની કંપનીની ફાયર ટીમો દોડાવાઇ છે. જે તમામ ટીમો દ્વારા આગ પર કાબુ મેળવવા મથામણ હાથ ધરવામાં આવી છે. જોકે જાન હાનિ અંગેના કોઈ સમાચાર સામે આવ્યા નથી.