જામનગર ડેન્ટલ કોલેજમાં પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે મોડી રાતે ઘર્ષણ, નશાની હાલતમાં વિદ્યાર્થીઓને માર્યાનો આક્ષેપ

જામનગર,

જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મોડી રાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમટતા માહોલ તંગદિલીભર્યો બન્યો હતો. આ કેસમાં પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો વિદ્યાર્થી આગેવાનોએ આક્ષેપ કર્યો છે.

જામનગરની ડેન્ટલ કોલેજમાં પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે મોડી રાતે ઘર્ષણ થયું. એક વિદ્યાર્થીના જન્મદિવસની ઉજવણી ચાલી રહી હતી. આ સમયે પોલીસના ખાનગી ડ્રેસમાં આવેલા બેથી ત્રણ જવાનોએ આપત્તિજનક શબ્દો બોલીને વિદ્યાર્થીઓને માર માર્યો. ડેન્ટલ કોલેજની હોસ્ટેલના કેમ્પસમાં ઘુસીને પોલીસે નશાની હાલતમાં વિદ્યાર્થીઓને માર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે. પોલીસ જવાનો આટલેથી જ ન અટક્યા અને દાદાગીરી કરતા કેટલાક વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશન લઈ જતા મામલો વધુ બીચક્યો હતો.

જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મોડી રાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમટતા માહોલ તંગદિલીભર્યો બન્યો હતો. આ કેસમાં પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો વિદ્યાર્થી આગેવાનોએ આક્ષેપ કર્યો છે. આ મારામારીની ઘટના કોલેજ કેમ્પસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.