
જામનગર થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને બુટલેગરો દારૂની રેલમછેલ કરતા હોય છે. જેને યાનમાં રાખી જામનગર પોલીસ સતર્ક બની છે. પોલીસ દ્વારા સતત દારૂ અંગે દરોડા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આવી સ્થિતિ વચ્ચે જામનગર શહેરમાં જુદા જુદા ત્રણ વિસ્તારોમાં પોલીસે દારૂ અંગે દરોડો પાડી, ઇંગ્લિશ દારૂનો જથ્થો કબજે કર્યો છે.આ ઉપરાંત જામજોધપુર તાલુકાના વાંસજાળીયા ગામ પાસેથી પસાર થઈ રહેલી એક કાર માંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
જામનગર પોલીસે એક દરોડો જામનગરના શહરના યાદદનગર વિસ્તારમાં રેડ પાડી હતી. જ્યા મોહિત કિશોરભાઈ આંબલીયા નામના શખ્સના રહેણાંક મકાનમાં તલાશી હાથ ધરતા ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. બાતમીના આધારે ગઈ રાત્રે એલસીબીની ટીમે રેડ પાડતા મકાનમાંથી ૨૮,૦૦૦ ની કિંમત નો ૭૦ બોટલ ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જોકે આ મામલે પરિસ્થિતિ પારખી આરોપી મોહિત આંબલીયા ભાગી છૂટ્યો હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
આ ઉપરાંત અન્ય એક દરોડો જામનગરમાં ગોકુલનગર નજીક આવેલ અયોયા નગર શેરી નંબર બે પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન મહિપાલસિંહ જાડેજાના મકાનમાં પોલીસે તલાશી લેતા મકાનમાંથી ૧૫ બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં આરોપી મહિપાલસિંહ જાડેજાને પોલીસે દબોચી લઈ કાર્યવાહી આગળ ધપાવી હતી. અ મામલે પોલીસની પૂછપરછ દરમિયાન તેને ઉપરોક્ત દારૂ જામનગરના ગોકુલ નગરમાં રહેતા હાદક ડાંગરે સપ્લાય કર્યો હોવાથી તેને ફરારી જાહેર કરાયો છે.
વધુમાં જામનગર સીટી બી ડિવિઝન પોલીસે ગાંધીનગર સ્મશાન તરફ જતા રેલવે પુલ પાસે બાવળની જાળીમાં દારૂની બાતમીને લઈ રેડ પાડી હતી. આ દરમિયાન આરોપી મયુરસિંહ ભરતસિંહ જેઠવાના કબજામાંથી ૧૦,૫૦૦ ની કિંમત ની ૨૧ બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેને લઇને પોલીસે આરોપી મયુરસિંહને દબોચી લઇ દારૂનો જથ્થો કબજે કર્યો હતો. તેમની વિરુદ્ધ પ્રોહીબિશન ધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી આગળ ધપાવી હતી.
ઇંગલિશ દારું અંગેનો ચોથો દરોડો જામજોધપુર નજીક સમાણા ગામ પાસે પાડવામાં આવ્યો હતો. ત્યાંથી ત્યાંથી એક કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરી રહેલા રાજકોટના પ્રકાશ યશવંતભાઈ જોશી તેમજ પોરબંદરના મુકેશ નાગજીભાઈ ડંકી ની અટકાયત કરી લીધી છે, અને તેની પાસેથી ૯૪ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી અને કાર વગેરે કબજે કરી લીધા છે. જ્યારે બંનેની અટકાયત કરી છે.