જમ્મુ: વૈષ્ણોદેવી ભવન રોડ પર અકસ્માત, ભૂસ્ખલનમાં ૩ લોકોના મોત

શ્રી માતા વૈષ્ણો દેવી ભવન રોડ પર એક અકસ્માત થયો છે. પંછી હેલિપેડ પાસે ભૂસ્ખલનને કારણે ત્રણ લોકોના મોતના અહેવાલ છે. અકસ્માતમાં અનેક શ્રદ્ધાળુઓ ફસાયા હોવાની આશંકા છે. માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ દ્વારા રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડના સીઈઓએ કહ્યું કે શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન ટ્રેક પર પથ્થર પડવા અને ભૂસ્ખલનની ઘટના બની છે. શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. મે ૨૦૨૪માં જમ્મુ-કાશ્મીરના અખનૂરમાં એક મોટો અકસ્માત થયો હતો.

આ અકસ્માતમાં ૨૨ લોકોના મોત થયા છે અને ૫૪ લોકો ઘાયલ થયા છે. જમ્મુ અખનૂર નેશનલ હાઈવે પર એક મોટી દુર્ઘટનામાં ૨૨ લોકોએ જીવ ગુમાવ્યા છે. માર્યા ગયેલાઓમાં ૧૧ પુરૂષો, ૯ મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ દુર્ઘટના પર ગહન શોક વ્યક્ત કર્યો હતો.

આ અકસ્માત જિલ્લાના ચોકી ચોરા વિસ્તારમાં તુંગી-મોર ખાતે થયો હતો. બસ લગભગ ૧૫૦ ફૂટ ઊંડી ખાઈમાં પડી હતી. આ બસ ઉત્તર પ્રદેશના હાથરસથી ભક્તોને જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લાના પૌની વિસ્તારના શિવ ખોરી લઈ જઈ રહી હતી અને ત્યારબાદ બસ માતા વૈષ્ણો દેવી જવાની હતી.