
જમ્મુના ડોડામાં થયેલા આતંકવાદી હુમલાને લઈને ભારત સરકાર કડક મૂડમાં છે. મંગળવારે (૧૬ જુલાઈ ૨૦૨૪) ના રોજ થયેલા આ હુમલા બાદ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સાથે ફોન પર વાત કરી. તેમણે આર્મી ચીફને આતંકવાદી ઘટનાઓ સાથે કડકાઈથી વ્યવહાર કરવા સૂચના આપી હતી.
મળતી માહિતી મુજબ રાજનાથ સિંહે જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીને ફોન કરીને કહ્યું કે આતંકવાદીઓ અને તેમના સંગઠનોને લઈને કોઈ પણ પ્રકારની ઢીલ ન રાખવી જોઈએ. રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ આર્મી ચીફ પાસેથી ડોડામાં આતંકીઓ સાથે ચાલી રહેલા એન્કાઉન્ટરની માહિતી લીધી હતી. આર્મી ચીફને યોગ્ય કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું છે.
જણાવી દઈએ કે જમ્મુના ડોડા જિલ્લામાં સોમવારે મોડી રાત્રે ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ અચાનક હુમલો કર્યો હતો. આતંકવાદીઓની માહિતી મળતાની સાથે જ સેના ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને એક્ધાઉન્ટર શરૂ થયું હતું. આ અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક અધિકારી સહિત સેનાના ચાર જવાનોનું મંગળવારે (૧૬ જુલાઈ, ૨૦૨૪)ના રોજ મૃત્યુ થયું હતું. સત્તાવાર સૂત્રોએ ૪ લોકોના મોતની માહિતી આપી છે.
સેનાના અધિકારીઓએ જણાવ્યું કે રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનોએ બપોરે લગભગ ૨.૪૫ વાગ્યે દેસા ફોરેસ્ટ વિસ્તારના ધારી ગોટે ઉરબાગીમાં સંયુક્ત કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું. આતંકવાદીઓની ગોળીઓથી અમારા જવાનો ઘાયલ થયા હતા.
સેનાના અધિકારીઓનું કહેવું છે કે આતંકીઓ સાથે કામ કરવા માટે કોર્ડન મજબૂત કરવામાં આવ્યું છે. સૈનિકોને મજબૂત સમર્થન આપવા માટે વધારાના દળોને વિસ્તારમાં મોકલવામાં આવ્યા છે. સર્ચ ઓપરેશન અને એન્કાઉન્ટર vહજુ પણ ચાલુ છે. દરમિયાન આતંકી સંગઠન કાશ્મીર ટાઈગર્સે આ આતંકી હુમલાની જવાબદારી લીધી છે.