જમ્મુમાં આયુષ્માન ભારત યોજનામાં ગડબડી કરનાર ૧૩ ખાનગી હોસ્પિટલો પર દંડ લગાવાયો

જમ્મુ,

જમ્મુ કાશ્મીર રાજય આરોગ્ય એજન્સી(એસએચએ)એ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (એબી પીએમજેએવાઇ)માં છેંતરપડી માટે ૧૩ હોસ્પિટલોની પેનલથી બરતરફ કરી દેવામાં આવી છે અને ૧૭ અન્ય પર ભારે દંડ લગાવવામાં આવ્યો છે.અધિકારીએ કહ્યું કે ૨૦૨૨માં ખોટી ગતિવિધિમાં સામેલ હોસ્પિટલો પર ૧.૭૭ કરોડ રૂપિયાથી વધુનો દંડ લગાવવામાં આવ્યો છે.જેમાંથી ૧.૩૪ કરોડ રૂપિયાથી વધુની રકમ એસએચએ દ્વારા અત્યાર સુધી વસુલ કરવામાં આવી છે.

સત્તાવાર સુત્રો અનુસાર જે હોસ્પિટલોને કાર્યવાહીનો સામનો કરવો પડયો હતો જેમાં ઇબ્ન સિના હોસ્પિટલ પર ૨૪ લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો અને બરતરફ,કવાલિટી કેયર હોસ્પિટલ ઉપર ૬.૬૪ લાખ રૂપિયા,નારાયણા હોસ્પિટલ પર ૫૪.૬૨ લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે.ઇસબી હોસ્પિટલના પેનલને બરતરફ અને વસીમ મેમોરિયલ હોસ્પિટલને પેનલથી બરતરફ કરી દેવામાં આવ્યા છે.આ ઉપરાંત ચનાપોરા(શ્રીનગર)ના ફલોરેંસ હોસ્પિટલ પર પાંચ લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો શાદાબ હોસ્પિટલ ઉપર ૨૨ લાખ,મોહમ્મદિયા હોસ્પિટલ પર ૬ લાખ,સોનવાર શ્રીનગરની કિડની હોસ્પિટલ ઉપર ૧૮.૭૨ લાખનો દંડ લગાવવામાં આવ્યો છે.

આ હોસ્પિટલને ગત વર્ષ ફેબ્રુઆરીમાં પેનલથી બરતરફનો પણ સામનો કરવો પડયો હતો કેડી આઇ કિલનિક હોસ્પિટલ ઉપર ૧ લાખ રૂપિયાનો દંડ અને પેનલથી નિલંબન,એએસસીઓએમએસ પર જમ્મુમાં ૨.૬૬ લાખ રૂપિયાતજયારે અલ નુર હોસ્પિટલ,મિડસિટી હોસ્પિટલ અને સાઉથ સિટી નસગ હોમને ગત વર્ષ સપ્ટેમ્બરમાં પેનલથી બરતરફનો સામનો કરવો પડયો હતો.