જમ્મૂ કાશ્મીરમાં ડીએપીથી અલગ થયેલા ૩ નેતાઓની કોંગ્રેસમાં ઘરવાપસી થશે !

  • ડેમોક્રેટિક આઝાદ પાર્ટી બન્યાને ૩ મહિના થયા,૨ દિવસમાં ૪ નેતાઓએ પાર્ટી સાથે ફાડ્યો છેડો.

શ્રીનગર,

જમ્મૂ કાશ્મીરના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે કોંગ્રેસથી ૪ દશક જૂનો નાતો તોડીને ડેમોક્રેટિક આઝાદ પાર્ટી બનાવી. જમ્મૂ કાશ્મીરની રાજનીતિક જમીન પર પાર્ટીએ કામ શરૂ કર્યું પણ નથી ત્યાં એક પછી એક નેતાઓ સાથ છોડી રહ્યા છે.છેલ્લા ૨ દિવસમાં ૪ મોટા નેતા ગુલામ નબી આઝાદની ડેમોક્રેટિક આઝાદ પાર્ટીથી અલગ થયા છે. કહેવાઈ રહ્યું છે કે ડ્ઢછઁથી અલગ થયેલા નેતા એકવાર ફરી કોંગ્રેસમાં ઘરવાપસી કરી શકે છે.

ગુલામ નબી આઝાદની ડેમોક્રેટિક આઝાદ પાર્ટી બન્યાને ૩ મહિના થયા છે પણ પાર્ટીની અંદર મોટી ઉઠકપટક શરૂ થઈ છે. જય સિંહે ડીએપીના પ્રદેશ અધ્યક્ષ બન્યાના ૨૪ કલાકમાં પાર્ટીથી રાજીનામું આપ્યું હતું. આ પછી ગુરુવારે ૩ મોટા નેતાઓને પાર્ટીથી કાઢી દેવામાં આવ્યા છે. ગુલામ નબી આઝાદે પાર્ટી વિરોધી ગતિવિધિના કારણે પૂર્વ ઉપમુખ્યમંત્રી તારાચંદ, પૂર્વ મંત્રી ડો. મનોહર લાલ અને પૂર્વ ધારાસભ્ય બલવાન સિંહને બહારનો રસ્તો દેખાડ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ૩ નેતાઓ કોંગ્રેસ છોડીને ગુલામ નબી આઝાદની પાર્ટીમાં જોડાયા હતા. કોંગ્રેસને માટે આ મોટો ઝટકો માનવામાં આવી રહ્યો હતો. પરંતુ હવે ૩ મહિનામાં ૩ નેતાઓને પાર્ટીથી કાઢી દેવામાં આવ્ચા છે. ત્રણેય દિગ્ગજ નેતાઓ ફરીથી કોંગ્રેસમાં આવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા જમ્મૂ કાશ્મીર પહોંચશે તો તે સમયે ૩ નેતાઓની ઘરવાપસી જોવા મળશે.

જમ્મૂ કાશ્મીરના કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે કોંગ્રેસમાં દરેક વ્યક્તિનું સ્વાગત છે. તારાચંદ, મનોહરલાલ અને બલવાન સિંગ અને જયસિંહ કોંગ્રેસના નેતા રહ્યા છે અને તેઓ કોંગ્રેસથી ગુલામ નબી આઝાદની પાર્ટીમાં જોડાયા હતા. એટલું નહીં તે રાજનીતિક નીતિને પણ સમજી ચૂક્યા છે. તે ભાજપની બી-ટીમ સિવાય કંઈ નથી. ભાજપનો હેતુ માટે તેઓએ પાર્ટી બનાવી. એક એક કરીને તમામ નેતાઓ તેનો સાથ છોડીને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે.

જમ્મૂ કાશ્મીરમાં આવનારા મહિને રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં ભારત જોડો યાત્રા પહોંચી રહી છે. કોંગ્રેસ છોડીને ગુલામ નબીની સાથે ગયેલા નેતાઓની વાપસી કરાવીને એક માહોલ બનાવવાની રણનીતિ પાર્ટી બનાવાઈ છે. આ સિવાય તે ભારત જોડો યાત્રાની રાજનીતિ નથી પરંતુ તારાચંદ, મનોહરલાલ અને પૂર્વ ધારાસભ્ય બલવાન સિંહ જો રાહુલ ગાંધીની હાજરીમાં પ્રદેશમાં થનારી ભારત જોડો યાત્રામાં જોડાશે તો કોંગ્રેસમાં તેમની વાપસીનું સ્વાગત કરાશે.