જમ્મુ અને કાશ્મીર: રામબનમાં ભૂસ્ખલનને કારણે હાઇવે બંધ, અમરનાથ યાત્રીઓનો બેચ આજે જમ્મુથી રવાના ન થઇ

શ્રીનગર, રામબનમાં ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે રોડની બંને બાજુ વાહનોની લાંબી ક્તારો લાગી ગઈ છે. તે જ સમયે, માર્ગ બંધ થવાને કારણે, અમરનાથ યાત્રીઓનો બેચ આજે જમ્મુના બેઝ કેમ્પ ભગવતી નગરથી કાશ્મીર માટે રવાના થઈ શક્યો નથી.

જમ્મુ અને કાશ્મીર ટ્રાફિક પોલીસે જણાવ્યું કે આજે રામબનના મરોગ વિસ્તારમાં ભૂસ્ખલન થયું છે. રોડ પર મોટા પ્રમાણમાં કાટમાળ જમા થયો છે. જેના કારણે હાઇવે બંધ છે. માર્ગને પુન:સ્થાપિત કરવાની કામગીરી ચાલુ છે.ટ્રાફિક પોલીસે જણાવ્યું કે, ’મારોગ રામબન ખાતે ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર એનએચડબ્લ્યુ ટી -૨ અવરોધિત છે. લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ટ્રાફિક કંટ્રોલ યુનિટની પુષ્ટિ વિના એનએચ-૪૪ પર મુસાફરી ન કરે.

૧ જુલાઈથી શરૂ થયેલી ૬૨ દિવસની અમરનાથ યાત્રા ૩૧ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ સમાપ્ત થશે. અગાઉ, અધિક પોલીસ મહાનિર્દેશક જમ્મુ ઝોન અને વિભાગીય કમિશનર જમ્મુએ સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે સુરક્ષા વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. જ્યારે બુઢા અમરનાથ યાત્રા ૧૭ ઓગસ્ટથી શરૂ થશે. આ માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

જમ્મુ ઝોનના અધિક પોલીસ મહાનિર્દેશક મુકેશ સિંહ સાથે ડિવિઝનલ કમિશનર જમ્મુ રમેશ કુમાર અને ડીઆઇજી રાજૌરી પૂંછ રેન્જ હસીબ મુગલે પોલીસ અને સિવિલ એડમિનિસ્ટ્રેશન સાથે સુરક્ષા સમીક્ષા બેઠક બોલાવી અને સુરક્ષા પરિદ્રશ્યની સમીક્ષા કરી. એડીજીપી જમ્મુ અને ડિવિઝનલ કમિશનરને એસએસપી પૂંચ વિનય કુમાર અને ડીસી પૂંચ યાસીન મોહમ્મદ ચૌધરીએ સુરક્ષા અને અન્ય સંબંધિત મુદ્દાઓ વિશે માહિતી આપી હતી.