જમ્મુ-કાશ્મીરમાં થયેલ આતંકી હુમલામાં પાકિસ્તાન સાથે કનેકશન હોવાનો ખુલાસો થયો

  • આતંકવાદીઓ પાસેથી પાકિસ્તાનમાં બનેલી ચોકલેટ, સુકા ચણા અને રોટલા, પાકિસ્તાનમાં બનેલી દવાઓ અને પેઈનકિલર ઈન્જેક્શન પણ મળી આવ્યા

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં સુરક્ષા દળોએ એક એક્ધાઉન્ટરમાં વધુ એક આતંકીને પણ ઠાર કર્યો છે. આ પહેલા મંગળવારે મોડી સાંજે એક આતંકી માર્યો ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ડોડામાં થયેલા હુમલાની જવાબદારી આ આતંકીઓએ લીધી હતી. તપાસમાં આ આતંકવાદીઓના પાકિસ્તાની કનેક્શનનો ખુલાસો થયો છે. તેમની પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો. આટલું જ નહીં, આતંકવાદીઓ પાસેથી પાકિસ્તાનમાં બનેલી ચોકલેટ, સુકા ચણા અને રોટલા, પાકિસ્તાનમાં બનેલી દવાઓ અને પેઈનકિલર ઈન્જેક્શન પણ મળી આવ્યા હતા. પોલીસ પ્રવક્તાએ કહ્યું કે આ આતંકવાદીઓ હીરાનગર સેક્ટરમાં કુટા મોડ પાસે સૈદા સુખલ ગામમાં છુપાયેલા છે.

મળતી માહિતી મુજબ, આ આતંકવાદીઓએ કઠુઆમાં અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું, જેમાં જમ્મુ-કાશ્મીરના બે ડીઆઈજી રેક્ધ અને એસએસપી રેક્ધના અધિકારીઓના વાહનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. પોલીસ પ્રવક્તાના જણાવ્યા અનુસાર, ત્રણ લોકોની શંકાસ્પદ ગતિવિધિ બાદ મંગળવારે સાંજે લગભગ ૭.૪૫ વાગ્યે પોલીસ અને સુરક્ષા દળોની એક ટીમ ગામમાં પહોંચી હતી. આ દરમિયાન કેટલાક લોકોએ અવાજ કર્યો, ત્યારબાદ કેટલીક ગોળીઓનો અવાજ સંભળાયો, એવું માનવામાં આવે છે કે આ ગોળીઓ શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા ચલાવવામાં આવી હતી. આતંકવાદીઓ સાથેની અથડામણમાં સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી કરી હતી.

કઠુઆમાં મંગળવારે મોડી રાત્રે થયેલા આ એક્ધાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો હતો. હવે બીજો આતંકવાદી પણ સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીનું નિશાન બન્યો. અધિકારીઓએ જણાવ્યું કે એક્ધાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા. ગામમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ બંને આતંકવાદીઓ એક ગામમાં છુપાયેલા હતા. જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોએ બુધવારે કઠુઆ જિલ્લાના હીરાનગર વિસ્તારમાંથી હથિયારો અને દારૂગોળોનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. અહીં આતંકવાદીઓ સાથે અથડામણ થઈ હતી, જેમાં સીઆરપીએફનો એક જવાન શહીદ થયો હતો.

હથિયારો અને દારૂગોળો પૈકી, ૩૦ રાઉન્ડ સાથે ત્રણ મેગેઝિન, ૨૪ રાઉન્ડ સાથે એક મેગેઝિન, એક અલગ પોલિથીન બેગમાં ૭૫ રાઉન્ડ અને ત્રણ જીવંત ગ્રેનેડ પણ આતંકવાદીઓ પાસેથી મળી આવ્યા હતા. આ ઉપરાંત એક લાખ રૂપિયાની ૫૦૦ રૂપિયાની નોટો, પાકિસ્તાનમાં બનેલી ચોકલેટ, સુકા ચણા અને રોટલા, પાકિસ્તાનમાં બનેલી દવાઓ અને દર્દ નિવારક ઈન્જેક્શન પણ મળી આવ્યા હતા. આ સાથે તેમની પાસે છ-૪ બેટરી સેલના બે પેક, એન્ટેના સાથેનો હેન્ડસેટ અને બે વાયર પણ હતા.