અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના વડા અલકા લાંબાએ જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાતને લોકશાહીની જીત ગણાવી હતી અને ચૂંટણી માટે પાર્ટીના અભિયાનની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ અયક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સપ્ટેમ્બરમાં ચૂંટણી પ્રચાર માટે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેશે.
લાંબાએ કહ્યું કે આ જમ્મુ-કાશ્મીરના લોકોનો વિજય છે. ૧૦ વર્ષની લાંબી રાહ બાદ અહીં લોકશાહી પુન:સ્થાપિત થઈ રહી છે. રવિવારે તે દક્ષિણ કાશ્મીરના અનંતનાગમાં પાર્ટીની મહિલા પાંખના એક કાર્યક્રમમાં હાજરી આપશે. તેમણે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરના લોકોને સરકાર બનાવવા માટે તેમના પ્રતિનિધિઓને પસંદ કરવાની તક મળશે અને આશા વ્યક્ત કરી કે તેમની પાર્ટીને બહુમતી મળશે. અમે બેરોજગારી, મોંઘવારી અને ગરીબી જેવા મુદ્દાઓ પર યાન કેન્દ્રિત કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરીશું. પૂછવામાં આવ્યું કે શું પાર્ટી ચૂંટણી માટે ગઠબંધન કરશે, કોંગ્રેસના નેતાએ કહ્યું કે ચર્ચાઓ પહેલેથી જ ચાલી રહી છે અને પાર્ટી ટૂંક સમયમાં જોડાણ અને બેઠકોની વહેંચણી અંગે નિર્ણય લેશે.
ચૂંટણીની જાહેરાત બાદ વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો અને કાર્યકરો દ્વારા એનસીમાં જોડાવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. શુક્રવારે ભાજપના ડીડીસી સભ્ય જોગિંદ સિંહ કાકુ ડૉ. ફારુક અબ્દુલ્લાની હાજરીમાં એનસીમાં જોડાયા પછી, શનિવારે પાર્ટીના જમ્મુ મુખ્યાલયમાં મોટી સંખ્યામાં લોકો પાર્ટીમાં જોડાયા. ભાજપ ઓબીસી સેલના પ્રદેશ મહાસચિવ, ભારતીય મોદી આર્મી જમ્મુ-કાશ્મીરના પ્રમુખ અને ભારતીય ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના રાજ્ય સ્તરીય સલાહકાર સમિતિના સભ્ય સહિત અન્ય લોકોએ હાજરી આપી હતી. આ સાથે જમ્મુ કાશ્મીર અપની પાર્ટીના પૂર્વ રાજ્ય યુવા સંયોજક અને અન્ય તેમના સમર્થકો સાથે પાર્ટીમાં જોડાયા હતા.