જમ્મુ-કાશ્મીરમાં આર્મી-વાન 150 ફૂટ ખીણમાં ખાબકી:10 જવાન ઘાયલ, 4ની હાલત ગંભીર, 8 હજુ લાપતા

જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં મંગળવારે સાંજે આર્મી વાન 150 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. વાનમાં 18 સૈનિકો હતા. જેમાંથી 10ને બચાવી લેવાયા છે. 4ની હાલત ગંભીર છે.સાંજે તમામ સૈનિકો લાઈન ઓફ કંટ્રોલ (LOC) તરફ જઈ રહ્યા હતા. દરમિયાન ડ્રાઇવરે કાબુ ગુમાવતા વાન ઘોડા પોસ્ટ પાસે ઉંડી ખીણમાં પડી હતી.

દુર્ઘટનાની માહિતી મળતાની સાથે જ સેનાની ક્વિક રિસ્પોન્સ ટીમ (ક્યુઆરટી) ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. ઘાયલ જવાનોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.તમામ સૈનિકો 11 મરાઠા રેજિમેન્ટના હોવાનું કહેવાય છે. 8 જવાનોને બચાવવા માટે હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.

અગાઉ નવેમ્બરમાં બે અલગ-અલગ ઘટનાઓમાં 5 જવાનોના મોત થયા હતા. 4 નવેમ્બરે રાજૌરીમાં એક માર્ગ અકસ્માતમાં બે નાઈક સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો. તે જ સમયે, 2 નવેમ્બરના રોજ રિયાસી જિલ્લામાં કાર ખાડામાં પડતાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતાં.

વર્ષ 2023માં લદ્દાખમાં 9 સૈનિકોના મોત થયા હતા 19 ઓગસ્ટે લદ્દાખમાં સેનાનું એક વાહન 60 ફૂટ ખાઈમાં પડી ગયું હતું, જેમાં 9 જવાનો શહીદ થયા હતા. સેનાના કાફલામાં પાંચ વાહનો સામેલ હતા. જેમાં 34 જવાનો સવાર હતા. આ અકસ્માતમાં એક જવાન પણ ઘાયલ થયો હતો. લેહના એસએસપી પીડી નિત્યાએ જણાવ્યું હતું કે વાહનના ડ્રાઈવરે વાહન પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું. જેના કારણે ટ્રક ખાડામાં પડી હતી.