જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડમાં છવાઇ બરફની ચાદર, રાજધાની દિલ્હીમાં વધી ઠંડી

છેલ્લા ઘણા દિવસોથી કાશ્મીર અને ઉત્તરાખંડના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. પહાડી વિસ્તારોમાં બરફવર્ષાની અસર હવે અન્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. દિલ્હી-NCRના તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશના અનેક રાજ્યોમાં તાપમાનનો પારો ગગડી રહ્યો છે.

જમ્મુ -કાશ્મીર અને ઉત્તરાખંડમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. તો મેદાની વિસ્તારોમાં સામાન્ય વરસાદ પણ વરસી રહ્યો છે. તો મેદાની વિસ્તારોમાં કોલ્ડવેવના કારણે લોકો ઠુંઠવાઇ રહ્યા છે. તો રાજધાની દિલ્હી-NCRનું તાપમાન પણ ગગડ્યુ છે.તો આ સિવાય અન્ય રાજ્યોમાં પણ વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

છેલ્લા ઘણા દિવસોથી કાશ્મીર અને ઉત્તરાખંડના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. પહાડી વિસ્તારોમાં બરફવર્ષાની અસર હવે અન્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. દિલ્હી-NCRના તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશના અનેક રાજ્યોમાં તાપમાનનો પારો ગગડી રહ્યો છે. હવામાન વિભાગ મુજબ આગામી બે દિવસ હજુ પણ બરફવર્ષા થઇ શકે છે.

દિલ્હીમાં શીત લહેરની સાથે ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી રહી છે.  ઉત્તર પ્રદેશ, બિહાર અને પંજાબના ઘણા જિલ્લાઓમાં પણ તાપમાન ઘટી રહ્યું છે. ઉત્તરાખંડ, હિમાચલ અને જમ્મુ-કાશ્મીરના ઘણા ઊંચા વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. જેના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડીનું મોજુ અને તીવ્ર ઠંડી જોવા મળી રહી છે.

રાજધાની દિલ્હીમાં ગુરુવારે લઘુત્તમ તાપમાન 6.4 અને મહત્તમ તાપમાન 22.3 નોંધાયું હતું. ગુરુવારે લોધી રોડ દિલ્હીનો સૌથી ઠંડો વિસ્તાર હતો. દિલ્હીનું લઘુત્તમ તાપમાન સીઝનની સરેરાશ કરતા બે ડિગ્રી ઘટ્યુ છે. ડિસેમ્બર મહિનો પૂરો થવાનો છે. દિલ્હીમાં હવા પ્રદૂષણ વધી રહ્યુ છે. દિલ્હીનું સરેરાશ AQI સ્તર 300ને પાર કરી રહ્યું છે, જે ગરીબ વર્ગમાં આવે છે.

તો આ તરફ રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર બિકાનેર અને જોધપુરની આસપાસના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. વરસાદને કારણે તાપમાનમાં ઘટી જશે. તો રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

હવામાન વિભાગે ફરી એકવાર તમિલનાડુ, કેરળ, માહે અને લક્ષદ્વીપના ઘણા વિસ્તારોમાં વરસાદનું એલર્ટ આપ્યુ છે. ડિસેમ્બર મહિનામાં તમિલનાડુમાં રેકોર્ડ વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે 10થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. જાનમાલને પણ ઘણું નુકસાન થયું છે. સ્થાનિક પોલીસની સાથે NDRF અને SDRFની ટીમોને બચાવ કામગીરી માટે તહેનાત કરવામાં આવી છે.

સિક્કિમ, નાગાલેન્ડ, ત્રિપુરા અને મેઘાલયના ઘણા જિલ્લાઓમાં આગામી દિવસોમાં હળવો વરસાદ પડી શકે છે. સિક્કિમ, નાગાલેન્ડ અને મેઘાલયના ઘણા જિલ્લાઓમાં સવાર અને સાંજે ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે.