
શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં એલઓસી નજીક સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. સ્થળ પર સર્ચ ઓપરેશન ચાલુ છે. જમ્મુ-કાશ્મીરના કુપવાડાને અડીને આવેલી નિયંત્રણ રેખા પાસે ભારતીય સેના અને પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર કુપવાડા જિલ્લાના ડોબનાર માચલ વિસ્તારમાં પડતી નિયંત્રણ રેખા નજીક ઓપરેશનમાં આતંકવાદીઓ માર્યા ગયા હતા.સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ થઈ શકી નથી. એવી આશંકા છે કે આતંકીઓએ તાજેતરમાં ઘૂસણખોરી કરી હશે.