
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આજે ગુરુવારે આતંકવાદીઓએ ભાજપના ત્રણ નેતાઓ પર ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં ત્રણેય નેતાઓનાં મોત નીપજ્યાં છે. આ ત્રણેય કારમાં તેમના ઘર તરફ જતા હતા ત્યારે આતંકવાદીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.
માર્યા ગયેલા નેતાઓની ઓળખ ફિદા હુસેન, ઉમર રશીદ બેગ અને ઓમર રમઝાન તરીકે થઈ છે. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસ અને સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરી લઈ સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. આ સાથે જ પોલીસે આ કેસમાં સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

પ્રારંભિક માહિતી અનુસાર, ભાજપ યુવા મોરચાના મહામંત્રી ફિદા હુસેન, ઓમર રમઝાન અને આરોન બેગ સાથે હતા. જ્યારે આ ત્રણેય બાઇક બાઈકે પોરા વિસ્તાર નજીક પહોંચ્યા ત્યારે ત્યાં હુમલો કરનારા આતંકવાદીઓએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. હુમલો કર્યા બાદ આતંકીઓ ત્યાંથી નાસી ગયા હતા. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
