
જામનગર,
જામજોધપુરમાં નોંધાયેલા પ્રોહિબિશનના કેસનો આરોપી છેલ્લા કેટલાય સમયથી નાસતો ફરતો હતો. જેને જામનગરની એલસીબી પોલીસે તરસાઇ ગામેથી ઝડપી લીધો હતો. આ અંગેની વિગત મુજબ જામજોધપુર પોલીસમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં આરોપી મેરાભાઇ ઉર્ફે મેરો બાવા મોરી નામનો શખ્સ નાસતો ફરતો હોય, એલસીબીને આ અંગે બાતમી મળી હતી. જેના આધારે જિલ્લા પોલીસ વડા અને એલસીબીના પીઆઇ માર્ગદર્શન હેઠળ પીએસઆઈ તથા સ્ટાફના ૪ લોકો તથા ૧૪ પોલીસ હેડ કોન્સ્ટેબલ તથા ૧૦ પોલીસ કોન્સ્ટેબલ સહિતના સ્ટાફ દ્વારા રેડ કરવામાં આવી હતી. આ દરમિયાન તરસાઇ ગામેથી આરોપી મેરાભાઇ ઉર્ફે મેરો બાવા મોરી નામના શખ્સને ઝડપી લીધો હતો. જે બાદ આરોપીને જામજોધપુર પોલીસને સોંપી આપ્યો હતો.