વેરાવળ, વેરાવળના ડારી ગામે પિતા અને પુત્ર પર છરી વડે હુમલો થતા હાહાકાર મચી ગયો હતો,જમીનને લઈ આ હુમલો થયો હોવાની વાત પ્રાથમિક રીતે સામે આવી છે.માથા અને હાથના ભાગે પિતા-પુત્રને ઈજા થતા તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા હતા.હુમલો કરી હુમલાખોર ફરાર થઈ જતા પોલીસે વધુ તપાસ હાથધરી હતી.
બપોરના સમયે પિતા-પુત્ર ઘરે બેઠા હતા તે સમયે અચાનક બહારથી ટોળુ ધસી આવ્યું અને પિતા-પુત્રને માર મારી ફરાર થઈ ગયું હતુ.કોણે હુમલો કર્યો તેની હાલ માહિતી સામે આવી નથી,પરંતુ ઈજાગ્રસ્તોનું કહેવું છે કે,જમીનની એક માથાકૂટ ચાલી રહી છે અને તે માથાકૂટમાં આ હુમલો થયો છે,અજાણ્યા શખ્સો હતા કે જે હુમલો કરીને ફરાર થઈ ગયા છે,પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી હુમલાખોરોને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
શહેરમાં ૧૫૦ ફૂટ રિંગ રોડ પર બાલાજી હોલ પાસેના આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતા અને કરિયાણાની દુકાન ચલાવતા અબ્દુલભાઇ ગફારભાઇ પરમારઅને તેનો પુત્ર અરમાન તેમની દુકાને હતા ત્યારે નાનામવા સર્કલ પાસેના આવાસના ક્વાર્ટરમાં રહેતો શાહરુખ ઓસમાણભાઇ જુણાચ અને તેનો મિત્ર કરણ બોરીચા સહિતે ઝઘડો કરી કાચની બોટલ અને પાઇપ વડે હુમલો કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા,જૂની અદાવત મનમાં રાખીને આ હુમલો થયો હોવાની વાત સામે આવી હતી.
જામનગરમાં હર્ષદ મીલની ચાલીમાં બ્લોક નંબર ૧૦ માં રહેતા રતનભાઇ આરમુગમ મોદલીયાર નામના ૪૮ વર્ષના પરપ્રાંતિય યુવાન અને તેના પુત્ર ઉપર જુની અદાવતનું મનદુ:ખ રાખીને પાડોશમાં જ રહેતા હૈદર કૂતબુદ્દીનભાઈ શેખ, સમીર હૈદરભાઈ શેખ અને સરદાર ઉર્ફે દાદો વગેરે ત્રણ શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી.