જામીનના આદેશ પર પ્રતિબંધ ફક્ત અસાધારણ સંજોગોમાં જ લાદવો જોઈએ, સુપ્રીમ કાર્ટ

દેશની સર્વોચ્ચ અદાલતે મંગળવારે કહ્યું કે અદાલતોએ અસાધારણ સંજોગોમાં જ જામીનના આદેશો પર સ્ટે મૂકવો જોઈએ. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે દિલ્હી હાઈકોર્ટના આદેશને ફગાવતા આ વાત કહી.

હકીક્તમાં, દિલ્હી હાઈકોર્ટે મની લોન્ડરિંગ કેસમાં એક આરોપીને જામીન આપવાનો ઈક્ધાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું, ’જોકે કોર્ટ પાસે જામીન પર સ્ટે આપવાની સત્તા છે, પરંતુ તે માત્ર અપવાદરૂપ સંજોગોમાં જ થવી જોઈએ.’

તમને જણાવી દઈએ કે આ પહેલા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અદાલતોએ યાંત્રિક રીતે અને કોઈ કારણ આપ્યા વિના જામીનના આદેશ પર સ્ટે આપવાનું ટાળવું જોઈએ. મની લોન્ડરિંગ કેસના આરોપી પરવિંદર સિંહ ખુરાનાની અરજી પર સુપ્રીમ કોર્ટે આ નિર્ણય આપ્યો છે.

ખુરાનાએ ગૌણ અદાલત દ્વારા આપવામાં આવેલા જામીનના આદેશ પર કામચલાઉ સ્ટે મૂકવાના દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો હતો. ગયા વર્ષે ૧૭ જૂનના રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ (સુધારા) અધિનિયમ હેઠળ નોંધાયેલા કેસમાં ગૌણ અદાલતે ખુરાનાને જામીન આપ્યા હતા, પરંતુ દિલ્હી હાઈકોર્ટે આ આદેશ પર રોક લગાવી દીધી હતી.