ચંડીગઢ,\ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા બુધવારે પંજાબના ઘણા વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, જામફળના બગીચા કૌભાંડ કેસમાં ઈડી દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા છે. આ કેસમાં વિજિલન્સ વિભાગે અગાઉ કેસ નોંયો હતો અને લગભગ ૨૧ લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ કેસ ગ્રેટર મોહાલી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા સંપાદિત જમીન પર જામફળના બગીચા માટે વળતરની આડમાં આશરે રૂ. ૧૩૫ કરોડની ઉચાપત સાથે સંબંધિત છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈડીએ પંજાબના એક્સાઇઝ કમિશનરના ઘરે દરોડા પાડ્યા છે કારણ કે જ્યારે આ કૌભાંડ થયું ત્યારે તેઓ વિભાગના મુખ્ય અધિકારી હતા. તમને જણાવી દઈએ કે પંજાબના ૬ થી ૮ જિલ્લામાં લગભગ ૨૬ સ્થળો પર ઈડી દ્વારા આ દરોડા હજુ પણ ચાલુ છે. જેમાં કેટલાક આઇએએસ અધિકારીઓ, તેમની પત્નીઓ અને કેટલાક પીસીએસ અધિકારીઓનો સમાવેશ થાય છે. પંજાબના ચંદીગઢની સાથે ભટિંડા, પટિયાલા, ખરાર, બરનાલા, મોહાલી અને ફિરોઝપુરમાં પણ ઈડીના દરોડા ચાલુ છે.
૨૦૨૩ માં બાકરપુર ગામ અને મોહાલી જિલ્લાના કેટલાક ગામોમાં ખેતીની જમીન સંપાદિત કરીને એરોટ્રોપોલિસ શહેરના વિકાસ માટે સંપાદિત જમીન પર સ્થિત જામફળના બગીચાના વળતરની આડમાં બહાર પાડવામાં આવેલા લગભગ ૧૩૭ કરોડ રૂપિયાની ઉચાપતનો કેસ નોંયો હતો. તપાસ દરમિયાન, એવું બહાર આવ્યું હતું કે જમીનના કેટલાક લાભાર્થીઓ/માલિકો કે જેમણે વળતરનો દાવો કર્યો હતો તે ગ્રેટર મોહાલી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના સંબંધિત અધિકારીઓને પહેલેથી જ જાણતા હતા અને તેઓ જાણતા હતા કે કયા ગામોમાં જમીન સંપાદિત કરવાની છે. જામફળના વૃક્ષોના ભાવમાં વધારો કરવા માટે આરોપીઓએ છોડની ઉંમર ૪ કે ૪ વર્ષથી વધુ દર્શાવી હતી જેથી તેનું મૂલ્યાંકન ફળ આપતાં વૃક્ષો તરીકે થઈ શકે.