જાંબુઘોડા,જાંબુઘોડા તાલુકામાં 80 ટકા આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે. અહિંયા મોટેભાગે ખેતી તેમજ મજુરી ઉપર આધારિત વર્ગ છે. અહિંયા 8 થી 10 જેટલા જીઆઈડીસીના પ્લોટો આવેલા છે. જે બંધ હાલતમાં છે. જેના કારણે તાલુકાના મોટી સંખ્યાના યુવાનો રોજી-રોટી મેળવવા માટે કચ્છ, કાઠીયાવાડમાં મજુરીએ આવતા હોય છે. તો આ બંધ પડેલી જીઆઈડીસીમાં કોઈ મોટો પ્રોજેકટ સ્થપાય તો શિક્ષિત બેરોજગાર યુવાનોને રોજી-રોટી મળી રહી તે અંગે ધારાસભ્ય તેમજ સાંસદે સરકારમાં રજુઆત કરવી જોઈએ એવુ આ વિસ્તારમાં ચર્ચાઈ રહ્યુ છે. જાંબુઘોડા તાલુકો વર્ષોથી હયાત છે છતાં પણ આ વિસ્તારમાં ઓૈઘોગિક એકમો સ્થપાતા નથી. બીજુ આ જાંબુઘોડા તાલુકો અભ્યારણ્ય વિસ્તાર છે. એટલે સરકાર દ્વારા પરવાનગી મળતી નથી તેવુ આ વિસ્તારમાં લોકમુખે ચર્ચાઈ રહ્યુ છે. તો પછી જાંબુઘોડા તાલુકામાં રિસોર્ટ બનાવવા માટે મંજુરી મળી જતી હોય છે. આ રિસોર્ટમાં મ્યુઝીકલના પ્રોગ્રાોમાં મોટા અવાજથી ડીજે વાગતા હોય છે તો ઉઘોગોને મંજુરી કેમ નથી મળતી તેવુ આ વિસ્તારમાં ચર્ચાઈ રહ્યુ છે. જયારે શ્રાવણ મહિનામાં ઝંડ હનુમાન ખાતે સાઉન્ડ સિસ્ટમ દ્વારા હનુમાન ચાલીસા સહિતના પાઠોનુ પઠન થતુ હોય છે. ત્યારે ફોરેસ્ટ વિભાગ બંધ કરાવતા હોય છેે. સાઉન્ડ સિસ્ટમ જમાં કરી લઈશુ તેવી ધમકીઓ આપતા હોય છે. જાંબુઘોડા તાલુકો અસ્તિત્વમાં આવ્યો છે છતાં પણ હજુ ધંધા-રોજગારના કોઈ ઠેકાણા નથી. ધણા સમયથી તાલુકામાં ઓૈઘોગિક એકમો સ્થપાય તે અર્થે પ્રજા રાહ જોઈ રહી છે. તાલુકામાં આદિવાસી પ્રજાને રોજગારીનો પ્રશ્ર્નો સતાવી રહ્યો છે. સમસ્યાઓના નિવારણ અર્થે ધારાસભ્ય તેમજ સંસદ સભ્યે સરકારમાં રજુઆત કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે.