જાંબુઘોડા, જાંબુઘોડા પોલીસ સ્ટેશન ખાતે પંચમહાલ જિલ્લા એસપી હિમાંશુ સોલંકીના અધ્યક્ષ સ્થાને તેમજ પંચમહાલ જિલ્લા ભાજપ મહામંત્રી મયંકકુમાર દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામ જનો તેમજ તાલુકાના જાંબુઘોડા, ઉચેટ, ઉઢવણ, ફૂલપરી, સહિતની પંચાયતોના સરપંચો સહિત અધિકારીઓ પદાધિકારીઓ હાલોલ DYSP વી.જે. રાઠોડ CPI પલાસ સ્થાનિક પીએસઆઇ ચુડાસમા સહિતના પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. લોક દરબારમાં મયંકકુમાર દેસાઈ સહિતના અન્ય આગેવાનોએ જાંબુઘોડા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોજાતા નવરાત્રી મહોત્સવમાં જાંબુઘોડા સહિત આસપાસના પાંચ તાલુકા માંથી ખેલૈયાઓ હજારોની સંખ્યામાં ગરબા રમવા આવતા હોઈ અહીંના સ્થાનિક PSI તેમજ સ્ટાફને પાવાગઢ ખાતે નવરાત્રીના નવ દિવસ પોલીસ બંદોબસ્ત નહીં આપવા રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે તાલુકા મહામંત્રી ભાવસિંગ ભાઈ બારીયા દ્વારા હાલોલ બોડેલી નેશનલ હાઇવે ઉપર વિસ્તરણ વિભાગ દ્વારા કરવામાં આવેલી ફેન્સીંગ વાડો ને દુર કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી કારણ કે આ માર્ગ ઉપર અવાર નવાર અકસ્માતો બનતા હોય છે અને આ અકસ્માતમાં ફેન્સીંગ વાડના તારને લઈ અકસ્માત ગ્રસ્તો ને વાડ ના તારને લઈ ગંભીર ઇજાઓ થાય છે તો આ ફેન્સિંગ વાડ ને વિસ્તરણ વિભાગ દ્વારા દુર કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે અન્ય આગેવાનોએ પણ જબાન વળાંક પાસેના મહુડાને લઈ અવારનવાર અનેકોના જીવ ગયા છે અને આ જોખમી મહુડાના વૃક્ષને પણ દૂર કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી જ્યારે જાંબુઘોડા ના પોલીસ સ્ટેશનમાં પૂરતો સ્ટાફ ન હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી તેના જવાબમાં એસપી સોલંકીએ જણાવ્યું હતું કેસમગ્ર જિલ્લામાં 500 ઉપરાંત ના સ્ટાફ ની ઉનપ છે સરકાર દ્વારા નવો સ્ટાફ આપવામાં આવશે તો જાંબુઘોડામાં પૂરતો સ્ટાફ મૂકી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું.