જાંબુધોડા,
જાંબુધોડા પોલીસને બાતમી મળી હતી કે, આઈસર ટ્રકમાં રાજગઢ તરફથી કત્તલના ઈરાદે પશુઓ ભરીને બોડેલી તરફ જનાર છે. તેવી માહિતીના આધારે નાકાબંધી કરી હતી. ટ્રક માંથી 16 પશુઓ સાથે 1 ઈસમને ઝડપી પાડવામાં આવ્યો. જ્યારે બે ઈસમો નાશી છુટવા પામ્યા.
પ્રાપ્ત વિગતો મુજબ જાંબુધોડા પોલીસને બાતમી મળી હતી કે, આઈસર ટ્રક નંબર જીજે.278.એકસ.75466માંં રાજગઢ તરફથી જાંબુધોડા હાઈવે થઈને બોડેલી તરફ જનાર છે. તેવી ચોકકસ માહિતી આધારે જાંબુધોડા પોલીસે નાકાબંધી કરી હતી. પોલીસની નાકાબંધી જોઈ બે ઈસમો નાશી છુટીયા હતા. જ્યારે જીગરઅલી જાકિરઅલી મકરાણી (રાજગઢ પાલ્લાના કંડકટરને ઝડપી પાડવામાં આવ્યો. ટ્રકમાંથી 16 પશુઓ ઝડપી પાડવામાંં આવ્યા. પોલીસે 16 પશુઓ કિંમત 3,20,000/-, મોબાઈલ ફોન, આઈસર મળી 8,20,000/-રૂપીયાનો મુદ્દામાલ કબ્જે લઈ આ બાબતે જાંબુધોડા પોલીસ મથકે ફરિયાદ નોંધી ત્રણ ઈસમો મહમંંદ અલી દોસ મહંમદ મકરરાણી (રાજગઢ) ઘોઘંબા, સજાદ ઈનાયતઅલી મકરાણી, એકમદઅલી મહંમદઅલી મકરાણી વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.