જાંબુધોડા-પાવાગઢ રોડ ઉપરથી રાત્રીના સમયે વર્ના કારમાં ગૌવંશની ચોરી કરીને મલબાર પાસેથી પસાર થઈ રહી હોય ત્યારે કાર પલ્ટી ખાઈને રોડ સાઈડમાં ખાબકતા ગોધરાના ગૌ-તસ્કર અને 1 ગૌવંશનું મોત નિપજાવા પામ્યું હતુંં. અકસ્માતની જાણ થતાં જાંબુધોડા પોલીસ ધટના સ્થળે પહોંચી ગેરકાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પંચમહાલ જીલ્લાના જાંબુધોડા વિસ્તાર માંથી ગૌવંંશ ચોરીના બનાવો પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે જાંબુધોડા-પાવાગઢ રોડ ઉપર વર્નાકારમાં ત્રણ ગૌવંશની ચોરી કરી દયનિય રીતે કારની પાછળની સીટમાં ભરીને મલબાર પાસેથી ગૌ-તસ્કર પસાર થઈ રહ્યા હોય તે દરમિયાન વર્નાકાર પલ્ટી ખાઈને રોડ સાઈડમાં ખાબકી હતી. જેને લઈ વર્નાકારમાં લઈ જવાતા 3 ગૌવંશ પૈકી 1 ગૌવંશનું મોત તેમજ ગૌ-તસ્કરનુંં પણ મોત નિપજાવા પામ્યું હતું. મલબાર પાસે થયેલ અકસ્માતનની જાણ જાંબુધોડા પોલીસને જતાંં ધટના સ્થળે પહોંચીને તપાસ કરતાં વર્નાકારમાંં ગૌવંશની ચોરી કરી લઈ જતાં ગૌ-તસ્કર મૃતદેહ તેમજ 1 ગૌવંશ મૃત હાલતમાં તેમજ બે જીવિત હાલતમાં ગૌવંશ મળી આવેલ હતા. ઈજાગ્રસ્ત ગૌવંશ બચાવીને સારવાર કરાવી હતી. જ્યારે મૃતક ગૌ-તસ્કરના મૃતદેહ જાંબુધોડા સરકારી દવાખાનામાંં ખસેડવામાં આવ્યો. આ બાબતે જાંબુધોડા પોલીસ મથક પશુ સંરક્ષણ એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાંં આવી છે.