જાંબુઘોડા,જાંબુઘોડાના વણકર ફળિયામાં કેટલાક ઈસમો જુગાર રમતા હોય તે સ્થળે પોલીસે રેડ કરી આઠ જુગારીયાઓને 1450/-રૂ.ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર જાંબુઘોડાના વણકર ફળિયામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે કેટલાક ઈસમો જુગાર રમતા હોય તે સ્થળે પોલીસ રેડ કરી પાર્થ રાજુભાઈ પરમાર, અજય દિનેશભાઈ પરમાર, દિનેશભાઈ વાલજીભાઈ પરમાર, મનીશ નરવટભાઈ વણકર, નાનજીભાઈ છગનભાઈ વણકર, શૈલેષભાઈ નટવરભાઈ વણકર, સતીશ ધનજીભાઈ વણકર, રાજુભાઈ રમણભાઈ પરમારને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલ ઈસમોની અંગઝડતી અને દાવ ઉપર મુકેલ 1450/-ના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.