જાંબુધોડાના પનિયારા ગામે જંગલમાં જુગાર રમતા પાંચ જુગારીયા ઝડપ્યા

જાંબુધોડા,જાંબુધોડા તાલુકાના પનિયારા ગામે આવેલ જંગલમાં ઝાડ નીચે બેસીને જુગાર રમતા હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી 10,800/-રૂપીયાના મુદ્દામાલ સાથે પાંચ ઈસમોને ઝડપ્યા.

પ્રાપ્ત વિગતો મુજબ જાંબુધોડા તાલુકાના પનિયારા ગામે આવેલ જંગલમાં મહુડાના ઝાડ નીચે કેટલાક ઈસમો જુગાર રમતા હોય તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન જગદીશ માધુભાઈ બારીયા, શંકરભાઈ કાંતીભાઈ બારીયા, ભોલાભાઈ હરેશભાઈ નાયક, શંભુભાઈ ચંદુભાઈ નાયક, નરેશ ચંદુભાઈ નાયકને ઝડપી પાડી અંગઝડતી અને દાવ ઉપર મુકેલ 10,800/-રૂપીયાના મુદ્દામાલ જપ્ત કરી આ બાબતે જાંબુધોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી.