જાંબુઘોડાના નારૂકોટ ગામની 35 વર્ષિય મહિલા ઝેરી દવા પી જતાં સારવાર માટે ખસેડાઈ

જાંબુઘોડા તાલુકાના નારૂકોટ ગામે રહેતા 35 વર્ષિય મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતાં સારવાર માટે બોડેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર જાંબુઘોડા તાલુકાના નારૂકોટ ગામે રહેતી વેસ્ત્રીબેન રાજુભાઈ બારીયા(ઉ.વ.35)એ પોતાના ધરમાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયેલ હોય જેઓને તાત્કાલિક દવા સારવાર માટે બોડેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બાબતે જાંબુઘોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.