જાંબુધોડાના લફણી ગામે ખેતરના વાવેતર કરવા બાબતે આરોપીએ મારમારી કરતા ફીરયાદ

જાંબુધોડા,જાંબુધોડા તાલુકાના લફણી ગામે આરોપી ઈસમોએ મસાણવાળું ખેતર અમારે વાવવાનુંં છે. તેમાં તમારો હકક નથી તેમ કહેતા ફરિયાદ આ જમીન મારી માતાને મામા એ આપેલ છે. તેમ કહેતા ઉશ્કેરાઈ જઈ આરોપીઓ મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદ નોંધાવા પામી.

પ્રાપ્ત વિગતો મુજબ જાંબુધોડા તાલુકાના લફણી ગામે રહેતા મુકેશભાઈ જીવનભાઈ બારીયા અને ગીતાબેન પોતાના ખેતરમાં હતા. તે વખતે આરોપીઓ મહેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ બારીયા, ઉમેશભાઈ મહેન્દ્રભાઈ બારીયા, નિરૂબેન મહેન્દ્ર બારીયા ખેતરમાં ગયા હતા અને મસાણવાળું ખેતર હવે અમારે વાવવાનું છે. તમારો હકક નથી. તેમ કહેતા ફરિયાદીએ આ જમીન છેલ્લા 30 વર્ષથી વાવીએ છીએ. મારી માતાને મામા લક્ષ્મણભાઈએ આપેલ છે. તેમ કહેતા આરોપી ઉશ્કેરાઈ જઈ ગાળો આપી નાક ઉપર બચકું ભરી હુમલો કરતાં ગીતાબેન છોડાવવા પડતા ગડદાપાટુનો મારમારેલ બુમાબુમ કરતાં જીવનભાઈ તથા શિલ્પાબેન છોડાવવા આવેલ તેમને માથાના ભાગે લાકડી મારી જાનથી મારી નાખીશું તેવી ધમકી આપતાં આ બાબતે જાંબુધોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.