જાંબુઘોડાના ખાખરીયા ગામે દિપડાએ વાછરડાંનુ મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ

જાંબુઘોડા તાલુકાના ખાખરીયા ગામે આવેલ ટોલ ફળિયામાં રહેતા નાનજીભાઈ સોમાભાઈ બારીયાના ધરની બહાર પશુઓને બાંધવા માટે કોડ બાંધવામાં આવી હતી. જયાં તેઓ નિત્યક્રમ મુજબ પશુઓને બાંઘ્યા હતા. જયારે નાનજીભાઈ રોજના નિત્યક્રમ મુજબ સવારે ઉઠી કોડમાંથી પશુઓને બહાર કાઢવા માટે આવ્યા હતા. સમયે વાછરડું મૃત હાલતમાં જોવા મળ્યુ હતુ. ત્યારે અગાઉની રાત્રિએ વિસ્તારમાં શિકારની શોધમમાં આવેલા દિપડાએ કોડમાં બાંધેલા પશુનુ મારણ કર્યુ હોવાથી વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગે નાનજીભાઈ બારીયા દ્વારા સમગ્ર બનાવની જાણ જાંબુઘોડા વન વિભાગની કચેરી ખાતે કરવામાં આવતા વનવિભાગના અધિકારીઓ તથા આરએફઓ સહિત સ્ટાફ દ્વારા પંચકયાસ કરી જરૂરી કાગળો કરી કાર્યવાહી કરી હતી.