જાંબુધોડાના હિરાપુર ગામે રાત્રીના સમયે ધર માંથી 4,100/-રૂપીયાની ચોરી કરતાં ફરિયાદ

જાંબુધોડા, જાંબુધોડા તાલુકાના હિરાપુર ગામે રહેતા આરોપી ઈસમ રાતના અંધારામાં ફરિયાદીના ધરમાં પ્રવેશ કરી પેટીમાં રાખેલ 4,100/-રૂપીયા ચોરી કર્યાની ફરિયાદ નોંધાવા પામી.

પ્રાપ્ત વિગતો મુજબ જાંબુધોડા તાલુકાના હિરાપુર ગામે રહેતા કાંતીભાઈ નાયકના ધરમાં 11 ડિસેમ્બરની રાત્રીના સમયે ગામમાં રહેતો કૃષ્ણકાંત બારીયા ચોરી છુપીથી ધરમાં પ્રવેશ કરી પેટીમાં રાખેલ 4,100/-રૂપીયાની ચોરી કરી જતાં આ બાબતે જાંબુધોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી.