જાંબુઘોડાના ધોળીવાવ પ્રા.શાળા એક વર્ષ પહેલા જમીન દોસ્ત થતાં બાળકો ઝાડ નીચે બેસી અભ્યાસ કરવા મજબુર

જાંબુઘોડા,જાંબુઘોડાના ધોળીવાવ ખાતે 1થી 8 ધોરણ સુધીની સ્કુલ આવેલી છે. વિધાર્થીઓ જુની સ્કુલમાં અભ્યાસ કરતા હતા. પરંતુ એકાદ વર્ષથી આ સ્કુલ તોડીને નવી બનાવવાની હોવાથી જમીન દોસ્ત કરી દેવાઈ હતી. પરંતુ આજદિન સુધી નવી સ્કુલ ન બનતા કેટલાક વિધાર્થીઓ લીમડાના ઝાડ નીચે અભ્યાસ કરવા મજબુર બન્યા છે. નવી સ્કુલ ન બનતા ગ્રામજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે. હાલમાં બે-બે રૂમના બે મકાન છે. ત્યાં વિધાર્થીઓ ભણી રહ્યા છે. જયારે બાકીના વિધાર્થીઓ ઝાડ નીચે અભ્યાસ કરવા માટે મજબુર બન્યા છે. આ સ્કુલ નવી મંજુર થઈ ગયેલ છે. પરંતુ હજુ સુધી કોઈ કોન્ટ્રાકટ નહિ અપાતા બીજુ એક વર્ષ નીકળશે તેવુ ગ્રામજનો દ્વારા જાણવા મળી રહ્યુ છે. હાલમાં સ્કુલો સવારની છે. અને સવારના 9 કલાકે તકડો પડવાની શરૂઆત થઈ જતી હોય છે. ત્યારે આવા નાના વિધાર્થીઓની શી હાલતત થતી હશે તેવુ ચર્ચાઈ રહ્યુ છે. વધુમાં નવી સ્કુલ તૈયાર નહિ થતાં ચોમાસાની ઋતુમાં વિધાર્થીઓને સ્કુલ સામે આવેલ ધરના ઓટલા પર બેસાડીને શિક્ષકો અભ્યાસ કરાવવા મજબુર બન્યા હતા. સરકારે એકબાજુ શિક્ષણનુ સ્તર ઉંચુ લાવવાની વાત કરે છે. તો સરકાર ગ્રામિણ પ્રજાના વિધાર્થીઓની વ્હારે આવે અને તાત્કાલિક આ સ્કુલનુ બાંધકામ કરાવે તેવુ આ વિસ્તારના લોકોની માંગ છે.