જાંબુઘોડા, જાંબુઘોડા તાલુકાના ધનપુરી ગામે કડા ડેમના કિનારે કેટલાક ઇસમો જુગાર રમતા હોય તે સ્થળે પોલીસે રેઇડ કરી બે બ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા જ્યારે ત્રણ ઇસમો નાસી છુટવામાં સફળ થયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના ધનપુરી ગામે કડા ડેમના કિનારે ઝાડી-ઝાખરમાં કેટલાક ઇસમો જુગાર રમતા હોય તે સ્થળે પોલીસે રેઇડ કરી મહુલ કંચનભાઇ ઠાકરડા, મહેન્દ્ર સીતારામ ભોઇને ઝડપી પાડી અંગઝડતી અને દાવ ઉપર મુકેલ 16000/- રૂપિયા, ત્રણ બાઇક ખજે મોપેડ મળી કુલ 96,000/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આ બાબતે જાંબુઘોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.