જાંબુધોડાના મસાબાર ગામેથી બાઈક ઉપર લવાતા બીયર ટીન સાથે ઈસમ ઝડપાયો

જાંબુધોડા,
જાંબુધોડા તાલુકાના મસાબાર ગામેથી છોટાઉદેપુર થી બાઈક ઉપર લવાતો ઈંગ્લીશ દારૂ તથા બાઈક મળી 27,400/-રૂપીયાના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો પ્રમાણે જાંબુધોડા તાલુકાના મસાબાર ગામે છોટાઉદેપુર થી બાઈક નં.જીજે.34.એસ.1229 ઉ5ર ઈંગ્લીશ દારૂનો જથ્થો લઈ આવતાં હોય દરમિયાન જાંબુધોડા પોલીસ દ્વારા બીયર ટીન નંગ-24 કિંમત 2400/-રૂપીયા તથા બાઈક મળી રૂપીયા 27,400/-ના મુદ્દામાલ સાથે પ્રવિણ રાજુભાઈ રાઠવાને ઝડપી પાડવામાં આવ્યો.