જાંબુઘોડા,જાંબુઘોડા મામલતદાર કચેરીમાં આધારકાર્ડની કામગીરી કરતા કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર અંકિત મહેન્દ્રસિંહ બારીયા આધારકકાર્ડમાં સુધારો-વધારો કરવાના અવેજ પેટે રૂ.50 થી લઈ 200ની લાંચ લે છે. તેવી બાતમીના આધારે ગોધરા એલસીબી પી.આઈ.આર.બી.પ્રજાપતિને મળી હતી જે આધારે વોચ રાખી છટકુ ગોઠવી જેમાં આરોપી અંકિત બારીયાએ જનસેવા કેન્દ્રમાં આધારકાર્ડમાં સુધારો કરી આપવાના અવેજ પેટે વાતભીત કરી રૂ.100ની લાંચની માંગણી કરી 100 રૂપિયા સ્વિકારતા એસીબી પોલીસે ઝડપી કાર્યવાહી કરી હતી.