જાંબુઘોડાના પોયલીમાં થયેલ હત્યા વોચમેનના નાના ભાઈની પત્નિ સાથે આડા સંબંધ ધરાવનાર ઈસમે કર્યાનો ભેદ ઉકેલાયો

જાંબુઘોડા,જાંબુઘોડા તાલુકાના પોયલી ગામેથી વોચમેનની લાશના પેનલ પી.એમ.બાદ નવો વળાંક આવ્યો છે. વોચમેનને કોઈ તિક્ષ્ણ હથિયારના ધા મારી મોતને ધાટ ઉતાર્યો હોવાનો રિપોર્ટ આવતા પોલીસે તે દિશામાં તપાસ આરંભી ખુનીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર વોચમેનના નાનાભાઈની પત્ીિ સાથે આડા સંબંધ ધરાવતા ગામના ગોરધન નાયકે તા.10ના રોજ થયેલા ઝધડાની અદાવત રાખીને વોચમેનનુ ખુન કર્યુ હોવાની કબુલાત કરી હતી. અંગત બાતમીદારની બાતમીના આધારે પોલીસે પોયલીના જંગલમાં છુપાયેલા ખુની ગોરધન નાયકને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. પ્રથમ જાંબુઘોડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ ધરી હતી. પરંતુ પેનલ પી.એમ.બાદ મોતને ભેટનાર વોચમેન તિક્ષ્ણ હથિયારના ધા મારી મોતને ભેટ્યો હોવાનુ જણાતા પી.એસ.આઈ.ચુડાસમાએ ખાનગી બાતમીદારને કામે લગાડી વોચમેનના ખુનીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. ખાનગી બાતમીદારો દ્વારા બાતમી મળતા વોચમેનના નાના ભાઈની પત્નિ સાથે આડા સંબંધ ધરાવતા ગામના એક ઈસમ સાથે વોચમેનનો ગત 10 તારીખે ઝધડો થયો હતો અને આ ઝધડાની અદાવતે વોચમેનની રેકી કરી હતી. તેની અવર જવરના જંગલ ભાગના રસ્તા ઉપર ગત 11મી તારીખે આરોપીએ વોચમેનને રાત્રિના સમયે માથાના ભાગે તેમજ મોઢાના ભાગે છરી જેવા તિક્ષ્ણ હથિયારથી ધા કરી મોત નીપજાવી ફરાર થઈ ગયો હતો. આ અંગે જાંબુઘોડા પોલીસે આરોપીને પોયલીના જંગલ ભાગમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.