જાંબુઘોડામાં કપિરાજે એક વ્યકિતને બચકું ભર્યુ

જાંબુઘોડા, જાંબુઘોડાના સોલંકી રાહુલભાઈ બાબુભાઈ ધરેથી બજારમાં કામ અર્થે જઈ રહ્યા હતા તે દરમિયાન એક કપિરાજ આવીને રાહુલભાઈના પગના ભાગે જોરદાર બચકું ભરી દેતા કલબ ફળિયામાં નાસભાગના દ્રશ્યો સર્જાવવા પામ્યા હતા.આ અંગે વિસ્તારના રહિશોએ ટેલિફોન દ્વારા ફોરેસ્ટ વિભાગમાં જાણ કરવામાં આવતા ફોરેસ્ટ ખાતાનો કોઈ કર્મચારી કે અધિકારી ત્રણ-ચાર કલાક સુધી આ વિસ્તારની મુલાકાતે ન આવતા ફોરેસ્ટ વિભાગ સામે રોષ વ્યાપ્યો છે. રાહુલભાઈને કપિરાજના કરડવાથી વધારે લોહી વહી જતા તાત્કાલિક દવાખાને લઈ ગયા હતા. જયાં જરૂરી સારવાર કરીને રજા આપવામાં આવી હતી. કપિરાજના ઓચિંતા હુમલાથી વિસ્તારના રહિશોમાં ભારે ભય સતાવી રહ્યો છે. તાત્કાલિક ફોરેસ્ટ વિભાગ દ્વારા આ કપિરાજને પકડવામાં આવે તે માંગ ઉઠવા પામી છે.