જાંબુઘોડા,જાંબુઘોડાના કુંભારવાડા વિસ્તારમાં રહેતા મહેશભાઈ પંચાલના મકાનમાં તેમના પત્નિ દ્વારા હનુમાન જયંતિ હોય જેને લઈ દિવો પ્રગટાવ્યો હતો. હનુમાન ચાલીસાના પાઠ કરી ધર કામમાં ધરના પાછળના ભાગે કપડા ધોવા માટે બેઠા હતા. પતિ મહેશભાઈ પંચાલ દુકાન ઉપર હતા તે સમયે ધરના મંદિરના દિવામાંથી અચાનક દિવાની ઝાર લાગતા સમગ્ર મંદિર તેમજ મંદિર ઉપર મુકવામાં આવેલ ટી.વી.આગની ઝપેટમાં આવતા બળી જવા પામ્યુ હતુ. ધરના મંદિરવાળા રૂમમાં આગ લાગતા ધરમાંથી ધુમાડો નીકળતા આજુબાજુના લોકોને કઈંક બળવાની ગંધ આવતા દોડી આવી મંદિરમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી આગ ઓલવી હતી. સદ્નસીબે મોટી દુધર્ટના અટકી હતી.