જાંબુઘોડા-બોડેલી હાઈવે ઉપર આવેલ ખાખરીયા ગામ પાસે ગયા વર્ષે નવીન પુલ બનાવવામાં આવ્યો હતો. આ પુલ અગાઉના પુલ કરતા સાંકડો બનતા બે વાહનોને પસાર થવુ મુશ્કેલ બન્યુ છે. બીજુ આ પુલના બંને છેડા ઉપર ટર્નિંગ હોવાથી અકસ્માતો બનતા રહે છે. થોડા દિવસ પહેલા ટ્રક તથા બસ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બસના મુસાફરોનો અદ્ભુત બચાવ થયો હતો. તથા મહિના અગાઉ બોડેલી તરફ કેળા ભરવા જતી ટ્રક પલ્ટી ખાઈ જવા પામી હતી. આવા કેટલાય નાના-મોટા અકસ્માતો બનતા રહે છે. તો માર્ગ મકાન વિભાગ આ પુલની સાઈડ ઉપરની એંગલો બે મહિના અગાઉ એંગલો બેસાડી હતી. જે તુટી જવા પામી છે. તો આ વિસ્તારના રહિશો જણાવી રહ્યા છે કે,આ એંગલો સાવ હલકી કક્ષાની બેસાડી હતી જે થોડા દિવસમાં વળીને તુટી જવા પામી છે. જો એંગલો મજબુત અને વ્યવસ્થિત બેસાડવામાં નહિ આવે તો કોઈ વાહનચાલક 20 થી 25 ફુટ ઉંડા ખાડામાં જવાનો સંભવ છે. તો તંત્ર વહેલી તકે આ એંગલોની મરામત કરાવે તેવુ આ વિસ્તારમાં ચર્ચાઈ રહ્યુ છે. તેમજ બંને સાઈડ ઉપર ટર્નિંગ હોવાથી નાનો બમ્પ બનાવે અને રેડીયમ પટ્ટા મારવામાં આવે તેવુ આ વિસ્તારના રહિશો જણાવી રહ્યા છે.