જાંબુધોડા કાળીયાવાવ ચેક પોસ્ટ પાસેથી પીકઅપમાં કત્તલના ઈરાદે લઈ જવાતી 6 ગાયો સાથે ઈસમને પોલીસે ઝડપ્યો

જાંબુધોડા થી હાલોલ જતા રોડ ઉપર કાળીયાવાવ ચેકપોસ્ટ પાસે જાંબુધોડા પોલીસના ચેકીંગ દરમિયાન પીકઅપ ડાલાને રોકવામાં આવ્યું હતું અને પીકઅપમાં કત્તલ માટે લઈ જવામાંં આવતાં 6 ગાયોને બચાવી લેવામાં આવી. પોલીસે વાહન છોડી ભાગતા ઈસમને ઝડપી પાડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ જાંબુધોડા પોલીસ કાળીયાવાવ ચેકપોસ્ટ પાસે ચેકીંગમાં હતા. દરમિયાન બોડેલે થી હાલોલ રોડ આવતાં પીકઅપ ડાલાને રોકવામાં આવતા ચાલક વાહન છોડી નાશવા લાગ્યો હતો. પોલીસ ઈસમને ઝડપી પાડયો હતોો. જ્યારે પીકઅપ ડાલામાં કત્તલના ઈરાદે ધાસચારો પાણી વગર લઈ જવાાતા 6 ગાયોને બચાવી લઈ 3.95 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયેલ મહમંદ મુસ્તકીક મોહમદ મકરાણી સામે જાંબુધોડા પોલીસ મથકે ગુનો નોંધાવામાં આવ્યો. જ્યારે પશુઓની હેરાફેરીમાં સંડોવાયેલા જીતુ રાજુભાઈ વાલ્મિકી, સચિત વાલ્મિકી (રહે. આમદરા, પાવીજેતપુર)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા.