જાંબુઘોડા, જાંબુઘોડા નગરમાં દર બુધવારે હાટ બજાર ભરાય છે. અને આ હાટ બજારમમાં જાંબુઘોડા સહિત હાલોલ, ઘોઘંબા, પાવીજેતપુર, બોડેલી, મળી પાંચ તાલુકાની જનતા હાટ બજારમાં ખરીદી કરવા આવતી હોય છે. અને દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં આ હાટ બજારમાં અનેક તાલુકાની જનતાની અવર જવર રહે છે. પરંતુ સુર્યનારાયણે રોદ્ર સ્વરૂપ ધારણ કરતા ઉનાળાનો સોૈથી ગરમ દિવસ હોય તેમ હાલ બપોરના સમયે 42 ડિગ્રી ગરમી હોય તેમ લાગી રહ્યુ છે. આ આકરા તાપને લઈ બુધવારી હાટ બજારમાં જનતાની અવર જવર ઉપર બ્રેક લાગી જતાં હાટ બજારમાં સેંકડો કિ.મી.દુરથી ધંધાર્થે આવેલા વેપારીઓમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યુ હતુ. કારણ કે, હાલ લગ્નસરાની સીઝન ચાલતી હોવા છતાં આકરા તાપમાનને લઈ હાટ બજારમાં ખરીદી કરવા આવતા ગ્રામિણ લોકોની અવર જવર ઉપર રોક લાગી હતી. જેને લઈ દુર દુરથી ધંધો કરવા આવેલા વેપારીઓ મુંઝાયા હતા. જાંબુઘોડા નગરમાં બુધવારે હાટ બજાર ભરાય છે. અને આખા અઠવાડિયાનો વેપાર લગભગ બુધવારે જ થતો હોય છે. જેથી બુધવાર હોવા છતાં આકરા ઉનાળાની ગરમીને લઈ ગ્રામિણ જનતાની અવર જવર બંધ થતાં સ્થાનિક વેપારીઓમાં ચિંતા જોવા મળી હતી.