જાંબુધોડા,જાબુધોડા-હાલોલ રોડ ઉપર નાથપુરી ગામે હાઈવે રોડ ઉપરથી ટાવેરા ગાડીમાં કત્તલના ઈરાદે લઈ જવાતા 4 ગૌવંશ અને ગાડી મળી 1,45,000/-રૂપીયાના મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ જાંબુધોડા-હાલોલ હાઇવે રોડ ઉપર આવેલ નાથપુરી ગામ પાસે જાંબુધોડા પોલીસના પેટ્રોલીંગ દરમિયાન શંકાસ્પદ રીતે પસાર થતી ટાવેરા ગાડી નંબર જીજે.03.સીએ.5837 એ પોલીસનું વાહન દેખી સ્થળ ઉપર ગાડી મુકી નાશી છુટતા પોલીસે તપાસ કરતાં ટાવેરા ગાડીમાં ક્રુરતા પૂર્વક કત્તલના ઈરાદે લઈ જવાતા 4 ગૌવંશ કિંમત 45,000/-તેમજ ગાડી મળી કુલ 1,45,000/-રૂપીયાના મુદ્દામાલ કબ્જે લીધો હતો. આ બાબતે જાંબુધોડા પોલીસ મથકે પશુ અત્યાચાર હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.